નખત્રાણાના વથાણ ચોકમાં ૪ શખ્સોએ વૃધ્ધ સાથે કરી મારામારી


નખત્રાણા : અહીંના વથાણ ચોકમાં ચાર શખ્સોએ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા વૃધ્ધને કોઈ અંગત અદાવતમાં માર માર્યો હતો. બનાવને પગલે નખત્રાણા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મૈયાભાઈ લાખાભા ચાવડા (ઉ.વ.પ૮)એ રામપર સર્વાના આરોપીઓ કરમશી વંકા રબારી, કાનજી કરમશી રબારી, પ્રેમજી કાનજી નાકરાણી અને મેહુલ પ્રવીણભાઈ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ વૃધ્ધને મુઢમાર મારીને ઈજાઓ પહોંચાડી હતી. જેને પગલે નખત્રાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.