નખત્રાણાના મોરાય પાસે ટ્રક હડફેટે કાર ચાલકનું મોત

ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર નખત્રાણામાં આપ્યા બાદ ભુજ ખસેડાતા માર્ગમાં મોત

ભુજ : નખત્રાણાના મોરાય પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ખારાઈના યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. કારમાં સવાર યુવાનને ટ્રકે ટક્કર મારતા આ અકસ્માત જીવલેણ સાબિત થયો હતો.
નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક રાજેશભાઈ દરિયાલાલ ઠક્કર (રહે. ખારાઈ તા.લખપત) વાળા નખત્રાણાથી આર્ટીકા કાર નં.જીજે. ૧ર. ડીએ. પપ૯૪ વાળી લઈને નખત્રાણાથી ખારાઈ જતા હતા ત્યારે સામેથી યમદુત બનીને આવતી ટ્રક નં.જીજે. ૧ર. એક્સ.૩ર૧૧વાળીએ કારને ટક્કર મારતા રાજેશ ઠક્કરને બન્ને હાથ અને પગમાં ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. તેમજ માથાના ભાગે પણ ઈજાઓ થતા તાત્કાલીક સારવાર માટે નખત્રાણા સીએચસીમાં ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ભુજની એકોર્ડ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જયાના તબીબે ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યો હતો.
ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક છોડીને નાશી છુટ્યો હતો. ત્યારે નખત્રાણા પોલીસે ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.