નખત્રાણાના કોટડા રોહામાં આધેડે એસીડ ગટગટાવતા તોડ્યો દમ

પિતા-પુત્ર વચ્ચે થયેલી બોલાચાલીના મનદુઃખે આધેડે પીધું હતું એસીડ

નખત્રાણા : તાલુકાના કોટડા રોહામાં એસીડ ગટગટાવી જનાર આધેડને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર કારગત ન નીવડતા હતભાગીએ દમ તોડ્યો હતો.બનાવ અંગે નખત્રાણા પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ સુલતાન સલેમાન જતે નોંધાવેલી વિગતો મુજબ નેતા પિતા સલેમાન જુસબ જત (ઉ.વ. પપ)એ એસીડ ગટગટાવી જતા મોત નીપજ્યું હતું. હતભાગીના પુત્રએ હોસ્પિટલ ચોકીએ આપેલા નિવેદન મુજબ તેના અને તેના પિતા વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જે વાતનું મનમાં લાગી આવતા આધેડે એસીડ પીધું હતું. જેને સારવાર માટે જી.કે. હોસ્પિટલમાં ખસેડતા સારવાર કારગત ન નીવડતા આધેડે મોડી રાત્રે દમ તોડ્યો હતો. જેને પગલે નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરીને આગળની તપાસ હાથ ધરી છે.