નખત્રાણાના ઉલટમાં આધેડને જાતિ અપમાનીત કરી માર મરાયો

નખત્રાણા : તાલુકાના ઉલટ ગામે આધેડને ચાર શખ્સોએ ભુંડી ગાળો આપી ધકબુશટનો માર મારી જાતી અપમાનીત કરતાં નિરોણા પોલીસ મથકે એટ્રોસીટી એકટ સહિતીની કલમો તળે ગુનો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ વાલજીભાઈ રાઘાભાઈ પાયણ (ઉ.વ. ૪૬)એ આરોપી ગુલાબસિંહ સોઢા, સુરૂભા સોઢા તેમજ અન્ય બે ઈસમો (રહે તમામ ચંદ્રનગર, તા. નખત્રાણા) સામે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદી પોતાના ખેતરની બાજુમાં રોડ પર હતા. તે દરમિયાન આવેલા આરોપીએ ભુંડી ગાળો આપી ફરિયાદીને ધકબુશટનો માર માર્યો હતો. તેમજ જાતિ અપમાનીત શબ્દો ઉચ્ચારતા નિરોણા પોલીસ મથકે એટ્રોસિટી સહિતીની કલમો તળે ગુનો નોંધાયો હતો. જેને પગલે એસસી / એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.