ધ્રોલ પાસે રાજકોટની આંગડીયા પેઢીના કરોડો લૂંટાયા

અમદાવદ :  ધ્રોલ નજીક રાજકોટની આર.સી. આંગડીયા પેઢીના કર્મચારીઓની ગાડીને ધ્રોલ પાસે આંતરીને સશસ્ત્ર લૂંટારૂઓએ રૂ. ૩ થી ૩ૈંં કરોડની દીલધડક લૂંટ કરીને લૂંટારૂઓ ભાગી છૂટયા છે. આંગડીયા ૃપેઢીની મારૂતિ ફીયાઝ ગાડીને આંતરીને બે લૂંટારૂઓ છરી સાથે પાછલી સીટમાં ગોઠવાઈને કર્મચારી ઉપર છરીના ઘા કર્યા હતા અને ગાડી ઉભી રખાવી બન્ને કર્મચારીઓને ઉતારીને ગાડી લઈને નાસી છૂટયા હોવાનું જાણવા મળે છે. લૂંટ અંગેની જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે બનેલી આ ઘટનામાં રાજકોટની આર.સી. આંગડીયા પેઢીના હસુભાઈ તથા ડ્રાઈવર વીરમભાઈ જામનગરથી નીકળીને રાજકોટ આવી રહ્યા હતા ત્યારે ધ્રોલથી ૨ કિ.મી. દૂર પડધરી તરફ પહોંચ્યા ત્યારે લૂંટારૂ ગેંગે આંગડીયાની ગાડીને આંતરી હતી. બે લૂંટારૂઓ છરી સાથે આંગડીયા કર્મચારીની મારૂતિમાં પાછલની સીટમાં ઘુસી ગયા હતા અને એક લૂંટારૂઓ રકમના થેલા સાથે પાછળની સીટમાં બેઠેલા હસુભાઈ ઉપર છરીનો ઘા કરતા હસુભાઈએ છરી હાથથી પકડી લેતા છરી હાથમાં ઘુસી ગઈ હતી.બન્ને લૂંટારૂઓએ ૩ થી ૩ૈંં કરોડ જેવી માતબર રકમનો થેલો હસ્તગત કરીને ગાડી થોડે દૂર થોભાવી હતી અને બન્ને કર્મચારીઓને ઉતારીને ગાડી લઈ ભાગી છૂટયા હતા.બન્ને કર્મચારીઓને ધ્રોલ હોસ્પીટલમાં ખસેડાયા છે અને ડીવાયએસપી હીમાંશુ દોશીને અન્યત્ર મીટીંગમાં જતા હોય મીટીંગમાં જવાનું કેન્સલ કરીને ધ્રોલ દોડી ગયા છે.