શિક્ષણ બોર્ડ રીપીટર વિદ્યાર્થીઓની યોજશે પરીક્ષા : ૧પમી જુલાઈથી શરૂ થશે પરીક્ષા : ટુંકમા જ જાહેર કરાશે સમયપત્ર

ગાંધીનગર : ધો. દસ અને ૧રમાં નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામા આવ્યા બાદ રીપીટરને લઈને સૌ કોઈને આતુરતા હતી જે મામલે આજ રોજ રાજય સરકાર દ્વારા ખુલાસો કરી દેવાયો છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ધો. ૧૦ અને ૧રના છાત્રો કે જે રીપીટર છે તેઓને માસ પ્રમોશન નહી આપવામં આવે તેમ નકકી થઈ જવા પામી ગયુ છે. શિક્ષણ બોર્ડ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાનુ મન બનાવી લીધુ છે. ૧પમી જુલાઈથી રીપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવામા આવશે. બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરી દેવાઈ છે અને ટુુક જ સમયમાં ટાઈમટેલબ પણ પરીક્ષાનુ જાહેર કરવામા આવી શકે છે.