ધો.૧૦ની પરીક્ષા પદ્વતી હળવી નહી થાય : ગુજરાત શિક્ષણ બોર્ડની બેઠકમાં છેદ ઉડયો

શાળાઓની મંજુરીમાં ભ્રષ્ટાચારનો અંગુલીનિર્દેશ

ગાંધીનગર : આજ રોજ ગુજરાત રાજય માધ્યમીક અનેઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠક મળવા પામી હતી. આ બેઠકમાં એક નિરાશાજનક વાત એ સામે આવી છે કે ધો.૧૦ની પરીક્ષા પદ્વતી વધારે હળવી કરવાના પ્રસ્તાવને બોર્ડ દ્વારા ફગાવી દેવામા આવ્યો છે. તો વળી આ ઉપરાંત શાળાની મંજુરીઓમાં પણ ભ્રષ્ટાચારને આચરવામા આવતો હોવાની બૂમરાડ પણ સામે આવવા પામી રહી છે.