ધો.૧ર સામાન્યપ્રવાહનું ૩૧મી મેના પરીણામ

ગુજરાત ઉચ્ચત્તર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત

 

ગાંધીનગર : રાજયના ચાર લાખથી વધુ જેટલા પરીક્ષાર્થીઓની આતુરંતાનો અંત આવવા પામી ગયો છે. આજ રોજ રાજયના ઉચ્ચસ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧ર સામાન્ય પ્રવાહના પરીણામની તારીખની જાહેરાત કરી દીધી છે. જે અનુસાર આગામી ૩૧મી મેના રોજ ધો.૧ર આર્ટસ અને કોર્મસ પ્રવાહનુ પરીણામ જાહેર કરવામા આવશે. સવારે દસ વાગ્યાથી આ પરીણામ રાજય બોર્ડની વેબસાઈટ પરથી જોઈ શકાશે. અહી નોઘવુ ઘટે કે પ્રથમ વખત રાજયમાં ૩૧મી મે સુધીમાં બોર્ડના પરીણામો જાહેર કરી દેવાશે.
૫રિણામનું માર્કશીટ પ્રમાણપત્રનું વિતરણ જિલ્લા વિતરણ સ્થળો ઉપર ૩૧-પ-ર૦૧૮ ના રોજ સવારે ૧૧ કલાકથી ૧૬ વાગ્યા દરમ્યાન કરવામાં આવશે.