ધોળાવીરા સમીપે ૩.પની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી

(બ્યુરો દ્વારા)રાપર : કચ્છની ધરા સતત ધ્રુજી રહી છે, ત્યારે ભચાઉ તાલુકાના ધોળાવીરા સમીપે આજે સવારે ૩.પની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સિસ્મોલોજી કચેરીએથી પ્રાપ્ત વિગતો મુજબ ધોળાવીરા નજીક આજે વહેલી સવારે ૬ઃ૩૪ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.પ અનુભવાયઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી ર૩ કિ.મી. દૂર નોંધાયું હતું. આ ઉપરાંત સવારે ૪ઃ૧૯ મિનિટે દુધઈથી ૧૬ કિ.મી. દૂર ૧.૧ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. વાગડ ફોલ્ટલાઈન સક્રિય બનતા અવાર નવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે.