ધીરે..ધીરે..બોલ.કોઈ..સુન.ના..લે..! પૂર્વ કચ્છમાં દેશી-ઈંગ્લીશ દારૂને લીલીઝંડી

દારૂ પકડાયા છે તે તો માત્ર પાસેરામાં પુણી સમાન જ હોય છે..? મોટામોટા કન્ટેઈનરો ઉતરી જાય છે તે તો કાયદાના રક્ષકોને આંખે પાટ્ટારૂપ અવસ્થાની ખાઈ જાય છે ચાડી

 

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારીની સામે અંગુલીનિર્દેશ સમાન ચકચાર : ઔદ્યોગીક સંકુલ ગાંધીધામથી
લઈ અને મીઠીરોહર તથા કંડલા સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર દારૂના અડ્ડાઓ માટે બુટલેઘરોને છુટછાટ અપાયાની ચર્ચા

 

લ્યો કરલો..બાત..? અન્યત્ર પણ લાખોનો દારૂ કચ્છ-ગાંધીધામ આવતો જડપાય છે છેતા પણ આ સંકુલમાં દારૂ વેંચાતો હશે પરંતુ પીવાતો નથીની અપનાવાય છે નીતી?

 

 

રૂસ્તમનો ઝોન ગોલાઈ પર પોઈન્ટ
પંચરત્ન બીલ્ડીંગની બાજુમાં પડાણામાં ’મનુ‘ના દારૂની માંગ
ગાંધીધામ : કંડલા-ગાંધીધામ, મીઠીરોહર-જવાહનગર સહિત પડાણા સુધીમાં દારૂના હાટડાઓ ઠેર ઠેર પોઈન્ટ સ્વરૂપે ધમધમી ઉઠયા હોવાનુ મનાય છે. કહેવાય છે કે, પંચરત્ન બિલ્ડીંગની બાજુમાં પડાણા ખાતે મનુનો પોઈન્ટ ચાલી રહ્યો છે જયારે ઝોન ગોલાઈ પર રૂસ્તમનો દારૂનો પોઈન્ટ ધમધમી રહ્યુ હોવાનુ મનાય છે.

 

 

હાસમ-હાજી- આમદના કંડલામાં ફુલ્યા-ફાલ્યા પોઈન્ટ

ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા કંડલા વિસ્તારમાં દેશી-ઈંગ્લીશનો વેપલો બેરોકટોક ચાલુ થવા પામી ગયો છે. જેમાં કંડલામાં હોટેલ સીરોકની પાછળ આમદનો પોઈન્ટ છે તો વળી બકાલા માર્કેટ પાસે ‘હાજી’નો જયારે ગુરૂદ્વાર આસપાસના વિસ્તારમાં ‘હાસમ’નો ધીકતો ધંધો ચાલી રહ્યો છે.

 

 

ગાંધીધામ ગુડસાઇડમાં દારૂની રેલમછેલ
ગાંધીધામ : પૂર્વ કચ્છના ગાંધીધામ-કંડલા સંકુલમાં દારૂની બદી ફરી વકરી ચૂકી છે જાણે કે અહી બુટલેઘરોને દારૂની છુટ જ મળી જવા પામી ગઈ હોય તેવી રીતે બેફામ બની ગયા છે. ગાંધીધામમાં ટ્રકચાલકોના જમાવડા સહિતનાગુડસાઇજ વિસ્તારમાં દારૂનો ધંધો પુરજોશમાં ધમધમી ઉઠયો હોવાની ચર્ચા થવા પામી રહી છે.

 

 

 

જવાહરનગરમાં ‘કારા’ના દારૂની ડીમાન્ડ
ગાંધીધામ : કંડલા-ગાંધીધામ અને મીઠીરોહર સહિત જવાહરનગરમાં પણ દારૂની ધુમ ડીમાન્ડ છે અને અહી પણ કારાના દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. જવાહરનગરમાં બ્રીજની સામે મીઠાની કંપની પાસે કારાના દારૂનો પોઈન્ટ હોવાનુ મનાય છે. અહીથી મોટી માત્રામાં પીયકડો દારૂની ખરીદી કરતા હોવાનુ ચર્ચાય છે.

 

 

ભારતનગરમાં ‘જીતુ’નો ડંકો
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔધૌગીક પાટનગર ગાંધીધામ ખાતે ફરીથી દારૂડીયાતત્વોને ગેલમાં લાવી દે તે રીતે વેંચાણ છુટથી થતુ હોવાનુ મનાય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં બુટલેઘરોએ પોઈન્ટ સંભાળી લીધા હોવાનુ મનાય છે ત્યારે ભારતનગરવિસ્તારની આસપાસમાં જીતુના પોઈન્ટનો ડંકો ગાવી રહ્યો છે. તો વળી ભારતનગર નાઈન બીમાં ભરતના દારૂની માંગ વધી હી છે. રીશીશીપીંગ પાછળ-જીઆઈડીસી વિસ્તારમાં ભરતે ગોઠવણો કરી લીધી છે.

 

 

મીઠીરોહર-કાર્ગો વિસ્તારમાં અનવર-બાબુ-સલીયાની બોલબાલા

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં દારૂની છુટછાટ ગાંધીધામ-કંડલા શહેરો પુરતી જ અપાઈ છે તેવુ નથી આસપાસના પટ્ટામાં પણ બુટલેઘરોને મોકળુ મેદાન મળી ગયુ હોય તેવો તાલ થવા પામી રહ્યો છે. કાર્ગો વિસ્તારમાં અનવરના દારૂની ડીમાન્ડ વધી છે તો વળી મીઠીરોહર મહાલક્ષ્મી ગોડાઉન પાસે તથા મીઠીરોહર બેન્સા ફાટકની બાજુમાં બાબુ જયારે મીઠીરોહર ચાર રસ્તા પર ઈબ્રાહીમ તો વળી અહીની જ એઆરસી હોટલની પાછળના ભાગમાં સલીયાના દારૂની બોલબોલા હોવાનું મનાય છે.

 

 

 

ગાંધીધામ : ગાંધીધામ : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના નેજા હેઠળ ગાંધીના ગુજરાતમાં વીજયભાઈ રૂપાણી સરકાર એકતરફ દારૂની કડક અને સજજડ અમલવારી કરાવવા માટે નીતનવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે બીજીતરફ એ જ રાજયના કચ્છના ઔદ્યોગીક મથકમાં જાણે કે દારૂની એક મસમોટી માર્કેટ જરૂરીયાત સ્વરૂપે ઉભી થયેલી હોય તેવી રીતે અહી દેશી અને ઈંગ્લીશદારૂના ઠેર-ઠેર પોઈન્ટ પુનઃ ધમધમી ઉઠયા હોવાની ચકચાર જાણકાર વર્ગમાથી સામે આવવા પામી રહી છે.
કહેવાય છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની કડક મલવારીની સામે અંગુલીનિર્દેશ સમાન દારૂના પોઈન્ટ કંડલા-ગાંધીધામ, મીઠીરોહર, કાર્ગો, ભારતનગર, પડાણા, જવાહરનગર સહિત ઠેર ઠેર ઉભા થઈ ગયા હોય તેમ મનાય છે. માંગો ત્યા અને ત્યારે ડીલીવરી પણ કેટલાક બુટલેઘરો દ્વારા આપવામા આવી રહી છે. ઔદ્યોગીક સંકુલ ગાંધીધામથી લઈ અને મીઠીરોહર તથા કંડલા સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર દારૂના અડ્ડાઓ માટે બુટલેઘરોને છુટછાટ જ અપાઈ છે કે શું? જે રીતે બેખોફીથી દારૂ વેંચવામાઆવી રહ્ય છે તે જોતા કેટલાકને તો એવો પણ સવાલ થાય છે કે, રીતસરની દારૂ વેંચાણની પરવાનગી જ મેળવી લેવાઈ લાગે છે?
જાણકારો તો એમ પણ માની રહ્યા છે કે, સંકુલમાં જે દારૂ પકડાયા છે તે તો માત્ર પાસેરામાં પુણી સમાન જ હોય છે..? મોટામોટા કન્ટેઈનરો ઉતરી જાય છે તે તો કાયદાના રક્ષકોને આંખે પાટ્ટારૂપ અવસ્થાની ખાઈ જાય છે ચાડી..! તો વળી અન્યત્ર પણ લાખોનો દારૂ કચ્છ-ગાંધીધામ આવતો જડપાય છે છતા પણ આ સંકુલમાં દારૂ વેંચાતો હશે પરંતુ પીવાતો નથીની અપનાવાય છે નીતી? કાયદાના રક્ષકો આ બાબતે વેળાસર લાલઆંખ કરી દેખાડે તે જ સમયનો તકાજો બની જવા પામી ગયો છે.