ધાર્મિક સ્થાનકોને નુકસાન મુદે તંત્રને લાલબત્તીરૂપ ઈશારોકચ્છ કલે.-આઈજીપી મધ્યસ્થીનો અપનાવે માર્ગ : સમયમર્યાદામાં ઉકેલનો આપો સધીયારો

કચ્છના હિન્દુ-મુસ્લીમ સમુદાયના લોકો સદાય ભાઈચારાની ભાવનાથી રહે છે જેનો ઈતિહાસ સાક્ષી છે. ગોધરા કાંડ સર્જાયો ત્યારે આખા ભારતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા પરંતુ કચ્છમાં શાંતી અકબંધ રહી હતી. કુદરતી આફત એવી વાવાજોડા અને ભુંકપ જેવી ઘટનાઓમાં પણ ખભ્ભેથી ખભ્ભા મીલાવી અને એક જ રસોડા બન્ને સમુદાયના લોકો ભેગા જમીને એક કોમી એકતાની અનેરી મિસાલ ઉભી કરવામા આવી હતી. જેની નોધ ન માત્ર કચ્છ-ગુજરાત જ નહી બલ્કે તત્સમયે સરહદી જિલ્લામાં કોમી એખલાશની ભાવનાની નોંધ આખાય દેશે લીધી હતી. એટલે કચ્છમાં કદાપી કાંકરીચાળાઓ કયારે નહી ફાવે અલબત્ત એકલ-દોકલ ટીખ્ખળખોરોના કૃત્યો બાદ કચ્છની કોમી સદભાવના અગાઉથી પણ વધારે મજબુત બની હોવાનુ પુરવાર થતુ જ રહ્યુ છે..

 

સામાજીક લાગણીઓને પ્રદર્શીત કરવા તથા અસામાજીક તત્વોને પાંજરે પુરાવી અને ન્યાય મેળવવાની ગુહાર સાથે જે રીતે કચ્છવ્યાપી રેલીનું જનસમર્થન મળી રહ્યુ છે તેના રોષ-લાગણીને તો સમજવાની લ્યો તકેદારી : આટઆટલી ઘટનાઓ બની છતા અસામાજીક તત્વો-ટીખ્ખળખોરો આબાદ જ રહેવા કહીય શકાય નાલેશીરૂપ

 

 

આજે યુવાનોમાં આક્રોશ-નારાજગી તોફાની સ્વરૂપ લેતા કેટલી વાર કરે છે? ખ્યાલ ન હોય તો ભુજના સરપેટ ગેઈટ સમીપે ‘ટોળાશાહી-પથ્થરકાંડ’ની બનેલી ઘટના યાદ કરી લ્યો..!કાયદો વ્યવસ્થા જોખમાય તેવા પડકારો ઉભા થઈ જાય તો જવાદબાર કોણ બનશે? : પોલીસ વિભાગ કે વહીવટીતંત્ર?

 

ગાંધીધામ-શિણાયમાં બનેલી ઘટનાઓમાં તો સમાજના બહાને કેટલાક અસામાજીક તત્વોએ જ આદર્યુ હોઈ શકે છે ટીખ્ખળ કારણ કે ગાંધીધામ સંકુલમાં તો મુસ્લીમ સમૂદાય હોય કે અન્ય કોઈ એકબીજામાં સદાય દુધમાં સાકળ ભળી જાય તેમ હળીમળીને રહેતો આવ્યો છે..એટલે આવુ
કૃત્યુ તો માનવતાના દુશ્મન સમાજ ગણ્યાગાઠયા તત્વો જ કરીજતા હોય છે..!

 

 

જિલ્લા કલેકટર સમાજ આગેવાનોને બોલાવે : સમાજના મોભીઓથી માંગે સહકાર : કચ્છના સમાજના આગેવાનો છે ખુબ જ સમજુ : સામાજીક હિતાર્થે જરૂરથી વહીવટીતંત્રની રહેશે પડખે : આગેવાનોને અત્યાર સુધીમાં થયેલી તપાસનો પણ ચિત્તાર રજુ કરીને વિશ્વાસ સંપાદીત કરવો સમયની માંગ : ઘટનાઓના પુનરાવર્તન બાદ પણ કાર્યવાહી નથી થઈ તેમાં રજુઆત કરવાનો બળાપો તો તેઓનો ખરો જ છે ને..?

 

 

 

ગાંધીધામ : કચ્છમાં પાછલા થોડા સમયથી એક પછી એક મુસ્લીમ સમાજના એક પછી એક વિવિધ ધાર્મીક સ્થાનકોને કોઈ અસામાજીક તત્વો દ્વરા નુકસાન પહોંચાડવામા આવી રહ્યુ હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવવા પામી રહી છે. અબડાસાના સુથરા-મોથાળા-ભવાનીપર ગામથી લઈ અને પૂર્વ કચ્છના શિણાય સુધી ધાર્મિક સ્થળોમાં તોડફોડ અથવા તો ટીખ્ખળ થયાની ઘટનાઓ ઉપરાછાપરી સતત સામે આવી રહી છે. જેના ઘેરા પ્રત્યાઘત સમાજમાં પડવા પામી ચૂકયા છે. તો વળી કચ્છમાં કેટલાક સામાજીક આગેવાનો દ્વારા તો આ ઘટનાઓમાં સતત રજુઆતો બાદ પણ કોઈ જ કડકાઈ ન આદરાતા રાજકીયપક્ષોમાથી રાજીનામા આપી દીધા છે અને પદત્યાગ કરી દીધા છે તથા આવતીકાલે એટલે કે શનિવારે ભુજ ખાતે આ જ મુદે કચ્છભરમાથી એક વિશાળ રેલી યોજી અને વહીવટીતંત્ર તથા પોલીસ વિભાગની કામગીરીને લઈને અસંતોષ સાથે આવેદનપત્ર રજુ કરનારા છે.
જે રીત્રે આ રેલીને સમર્થન એક પછી એક મળવા પામી રહ્યા છે અને મોભીઓ-આગેવાનો તેમાં જોડાવવાની હાલક-અનુરોધ કરી રહ્યા છે તે જોતા સમાજની નારાજગી-રોષનો તાગપામી શકાય તેમ છે. હકીકતમાં કોઈ સમુદાય-સમાજની લાગણીને આટલી હદે કયારે ઠેસ પહોંચી હશે? એક પછી એક ઉપરાછાપરી વિવિધ ધાર્મિક સ્થાનેકાને નુકસાન કરાય અને પોલીસ માત્ર કાર્યવાહી થઈ રહી હોવાના જ ગાણા ગાય, વહીવટીતંત્ર પણ તે અગે કોઈ જ કડક આદેશ-સુચનાઓ કે માર્ગદર્શન આપતુ હોય તેવુ ન જણાય તો તેનો અર્થ શુ સમજાય? સહજ અને સરળ વાત છે કે, જેટલી ગંભીર ઘટના બની છે તેટલુ વહીવટીતંત્ર આ વીષયનેલઈને ગંભીર ન હોય તેમ જ લાગી રહ્યુ છે. હકીકતમાં આ બાબતે હજુય સમય છે. ખુદ કચ્છ કલેકટર અને કચ્છ બોર્ડર રેન્જના પોલીસ વડા આઈજીપી આ બાબતે ગંભીરતાથી વિચારે તે સમયની ટકોર છે. નોધનીય છે કે, જિલ્લા સમાહૃતા રેમ્યા મોહનજી તથા આઈજીપી શ્રી પીયુષ પટેલ એક આગવી કોઠાસુજ અને સૌને સાથે લઈને લોકાભિમુખ વહીવટ આપનારા જિલ્લા સમાહર્તાની છબી ધરાવી રહ્યા છે ત્યારે હકીતમાં તેઓએ જ આ બાબતે મધ્યસ્થીનો માર્ગ કાઢવો જોઈએ. વિશાળ રેલીઓ યોજી, મોટી સંખ્યામાં લોકોને આવી ગરમીમાં એકત્રીત થઈ અને આવેદન આપે, જેમાં ન કરેને કોઈ છમકલાઓ કે અગટિતઘટના બની જાય તો તેની જવાબદારી કોની રહેશે? પોલીસતંત્રકે વહીવટીવિભાગની? ઉપરાંત વિશાળ રેલીમાં કેટલાક ભાંગફાડેીયા તત્વો પણ પોતાના કારસાઓને અંજામ આપી જતા હોય છે. હાલમાં જ ગાંધીધામ ખાતે પણ બંધ દરમ્યાન ટોળુ તોફાને ચડયુ તેમાં શું હતુ? સમાજના મોભીઓ-આગેવાનો સહિતનાઓ તો મોટાભાગે આવેદન શાંતીપૂર્ણ રીતે આપી અને જતા રહ્યા હતા પરંતુ સવારથી મોડી સાંજ સુધી કેટલાક ટીખ્ખળખોરો દ્વારા શહેર-સંકુલને બાનમાં લઈ લેવામા આવ્યુ હતુ? તેવુજ અહી નહી બને તેની શુ પોલીસને છે ખાત્રી?
પ્રબુદ્ધવર્ગમાથી સૂચક ઈશારો તો એવો પણ આવી રહ્યો છે કે, જિલ્લા સમહૃતાએ હકીકતમાં આ રેલી ન યોજાય તેવા મધ્યસ્થીનો માર્ગ અપનાવવાના પ્રયાસો હાથ ધરવા જોઈએ. આ માટે સમાજના મોભીઓ-આગેવાનોને બોલાવવા જોઈએ. તે તમામને સમયમર્યાદામાં આવા ગુન્હાઓને ઉકેલી લેવાની ખાત્રીઓ આપવી જોઈએ. આ ઉપરાંત અત્યાર સુધીમાં વિવિધ કેસોમાં થયેલી તપાસનો જીણવટપૂર્વકનો ચિત્તાર રજુ કરવો જોઈએ. વધુમા ગુન્હાને ઉકેલવા અને અસામાજીક તત્વોને પકડી પાડવા માટે જે-તે સમાજના મોભીઓનો સામેથી સહકાર પણ માંગવો જોઈએ.
પશ્ચીમ કચ્છથી લઈ અને પૂર્વ સુધીમાં ઠેર-ઠેર ઉપરાછાપરી ધાર્મિક સ્થાનકોને નિશાન બનાવવાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે, સામાજીક લાગણીઓને પ્રદર્શીત કરવા તથા અસામાજીક તત્વોને પાંજરે પુરાવી અને ન્યાય મેળવવાની ગુહાર સાથે જે રીતે કચ્છવ્યાપી રેલીનું જનસમર્થન મળી રહ્યુ છે તેના રોષ-લાગણીને તો સમજવાની તકેદારી જિલ્લા વહીવટીતંત્રએ લેવી જ ઘટે. આટઆટલી ઘટનાઓ બની છતા અસામાજીક તત્વો-ટીખ્ખળખોરો આબાદ જ રહેવા તો વહીવટીતંત્રને માટે પણ કયાંક ને કયાંક નાલેશીરૂપ જ કહી શકાય.
અહીથી જાણકારો તો એવી પણ લાલબત્તી ધરી રહ્યા છે કે, કચ્છમાથી કોઈ સમુદાયના લોકો એકત્રીત થાય, વહીવટીતંત્ર, પોલીસ વિભાગની કામગીરીને લઈને બળાપો ઠાલવે..અને ન કરે ને કાંઈ અજુગતી ઘટના બની જાય, આજે યુવાનોમાં આક્રોશ-નારાજગી તોફાની સ્વરૂપ લેતા કેટલી વાર કરે છે? ખ્યાલ ન હોય તો ભુજના સરપેટ ગેઈટ સમીપે ‘ટોળાશાહી-પથ્થરકાંડ’ની એકાદ-બે વર્ષ પહેલા બનેલી ઘટના યાદ કરી લ્યો..!કાયદો વ્યવસ્થા જોખમાય તેવા પડકારો ઉભા થઈ જાય તો જવાદબાર કોણ બનશે? પોલીસ વિભાગ કે વહીવટીતંત્ર?જિલ્લા કલેકટર જે સમુદાયની લાગણી-માંગણીઓ છે તેને સમજવા માટે આગેવાનોને સામેથી બોલાવે અને સમાજના મોભીઓથી સહકાર માંગે. ટાઈમફ્રેમ એટલે કે ચોકકસ સમયમાં કેસો ઉકેલી દેવાની ખાત્રી સાથે ‘પોલીસ પ્રજાનો મિત્ર’હોવાની ખરાઅર્થમાં આપે હૈયાધારણા તે જ સમયની માંગ બની રહી છે.
જો કે, અહી નોંઘવુ ઘટે કે, કચ્છમાં અગાઉ એએસપી અને એસપી પદે સેવારત રહી ચૂકેલા અને કચ્છની તાસીરથી બરાબર વાકેલ તથા કચ્છીમાડુઓ સાથે પણ ‘પોલીસ પ્રજાનો મિત્ર’છેની લાગણીને બરાબર સ્થાપિત કરનારા વર્તમાન આઈજીપી શ્રી પિયુષ પટેલ સમગ્ર વિશાળ રેલીને લઈને આગોતરી તજવીજના ભાગરૂપે જ પૂર્વથી માંડી અને પશ્ચીમ સુધીના સમુદાયના વિવિધ અગ્રણીઓ-આગેવાનો તથા કચ્છમાં કોમી એકતાનું માન્યવર પ્રતિક એવા મુફતી એ કચ્છ સહિતનાઓની સાથે પણ મુલાકાતો કરી અને શાંતીપૂર્ણ રેલીને માટે આગોતરી અપીલ કરી ચૂકયા છે અને તેઓને સૌ માન્યવર મોભી-આગેવાનો દ્વારા સહકારની ખાત્રી પણ અપાઈ છે. જો કે, હવે પોલીસની આ તમામ આગોતરી પહેલ કેટલી કારગત નીવડે છે તે તો આવતીકાલે જ ખ્યાલ આવી શકે તેમ છે.