ધારાસભ્ય ભણી ગાંધીધામ સંકુલવાસીઓના આશાભર્યા મીટ

પીજીવીસીએલ હોય કે પછી ટ્રાન્સપોર્ટેશન આવક ગાંધીધામ કોમ્પલેક્ષમાંથી થાય છે અને મથકો અંજારમાં ફાળવાઈ ગયા? તો ગાંધીધામના ધારાસભ્ય શું આ પ્રકારની હલચલને અટકાવાવ સક્ષમ નથી કે પછી તેઓને આવા પ્રશ્નો બાબતે છે ગતાગમનો અભાવ? જાણકારોનો સવાલ

સંકુલમાં પાણીનો વિકરાળ પ્રશ્ન, લીઝહોલ્ડથી ફ્રી હોલ્ડ જમીનો કરાવવા માટે સબરજીસ્ટ્રા કચેરી બનાવવી,ટપ્પર ડેમ છલોછલ હોવા છતા સંકુલને પાણીનો સતાવતા પ્રશ્નો,શિણાય ડેમ નર્મદાજળથી ભરવાનો વિવાદ, નર્મદા કેનાલ માટેના જમીન સંપાદનના અટકેલ વિષય, જેવા તો કઈક મુદાઓ છે અદ્વરતાલ..પણ ધારાસભ્ય આવા કોઈ જ પ્રશ્નમાં કયાંય મધ્યસ્થ કરતા ન દેખાતા લોકોમાં સર્જાયા છે કૌતુક સાથેના સવાલો..

યે પબ્લીક હે..યે સબ જાનતી…હે..: શિણાય ડેમ પ્રશ્ને હાલમાં ધારાસભ્ય અને પ્રદેશસ્તરના મોભી ન ડોકાયા પણ હવે વિધાનસભાની ચુંટણીઓ દુર નથી, પ્રજાજનો પણ આવા નેતાઓના વલણને ઓળખી રહ્યા છે, ચૂંટણી ટાંકણે પ્રજાજનો પણ આવા બની બેઠેલાઓને જાકારો જ આપે તો નવી નવાઈ નહી..

ગાંધીધામ : મીની મુંબઈ અને લઘુ ભારતના નામે પ્રચલિત એવા ગાંધીધામ સંકુલમાં ઔદ્યોગીક હોય કે શહેરીજનોને સ્પર્શતા જ કેમ ન હોય..પરંતુ કેટલાય સંવેદનશીલ પ્રશ્નો પડતર રહ્યા છે. ગુજરાત સરકાર સલગ્ન સંકુલના હિતો માટેના અનેકવીધ અદ્વરતાલ રહેલા પ્રશ્નોના ઉકેલ હવે થવા પામે તેવી આશાઓ સાથે ગાંધીધામના ધારાસભ્ય ભણી સંકુલની પ્રજા આશભર્યા મીટ માંડી રહી હોવાનો વર્તારેા દર્શાવવા પામી રહ્યો છે. વિધાનસભાની છેલ્લી ચુંટણીઓ યોજાઈ તેને આજે સાડા ત્રણ વરસનો સમય થવા પામી ગયો છે તેમ છતા પણ વિધાનસભા સલગ્ન અનેકવિધ અલગઅલગ પ્રશ્નો શહેર-સંકુલમાં અદ્વર લટકતી અવસ્થામાં જ પડયા હોવાથી ધારાસભ્ય કયાં છે? કેટલા સક્રીય છે? આ પ્રશ્નોના નિવેડાઓ માટે શું પગલા લીધા છે? તેવા સવાલોની સાથે સંકુલની પ્રબુદ્ધપ્રજામાં આંતરીક ગણગણાટ શરૂ
થયો છે.ગાંધીધામની નગરપાલિકા એ કેટેગરીની ક્ષમતા ધરાવતી સુધરાઈ છે, છતાં પણ અહી ભરશિયાળે પાણીનો પોકાર ઉઠતો રહ્યો છે, હાલના સમયે પણ ટપ્પર ડેમ છલોછલ ભરાયેલો હોવા છતા પાણીનો પોકાર ઠેર ઠેરથી ઉઠવા પામી રહ્યો છે, સંકુલમાં પાણીનો વિકરાળ પ્રશ્ન, લીઝહોલ્ડથી ફ્રી હોલ્ડ જમીનો કરાવવા માટે આજે પણ અનેકવિક સમસ્યાઓ અને ગુચંવણો યથાવત જ રહેલી છે, તથા આ જ પ્રક્રીયાને વધુ સરળ બનાવવા સબરજીસ્ટ્રાર કચેરી ગાંધીધામ ખાતે શરૂ કરાવવાની દીશામાં પણ કોઈ જ અસરકારક કાર્યવાહી હજુ સુધી કેમ નહી?ટપ્પર ડેમ છલોછલ હોવા છતા સંકુલને પાણીનો સતાવતા પ્રશ્નો,શિણાય ડેમ નર્મદાજળથી ભરવાનો વિવાદ હોય કે પછી નર્મદા બ્રાન્ચ કેનાલના કામો માટે જમીન સંપાદનના અટકે.લા કામોનો નિકાલ, શિણાયમાં જ કેનાલના કામો માટે જમીનના વિષયને લઈને સર્જાયેલ વિવાદનો ઉકેલ જેવા તો કઈક મુદાઓ હજુય અદ્વરતાલ જ પડયા છે. સ્થાનિકના ધારાસભ્ય આવા કોઈ જ પ્રશ્નમાં કયાંય મધ્યસ્થી કરતા ન દેખાતા કે પછી પરીણામલક્ષી ઉકેલો લાવી ન શકયા હોવાથી પ્રજાજનોમાં હવે ગણગણાટ વકરવા પામી રહ્યો છે. આ અંગે પ્રબુદ્ધવર્ગ રોષ સાથે સવાલો ખડા કરી રહ્યા છે કે, આખાય કચ્છને સૌથી વધારે આવક વીજક્ષેત્રમાં મળતી હોય તો તે ગાંધીધામ કોમ્પલેક્ષમાથી મળે છે છતા પીજીવીસીએેલનુ અલાયદુ મથક અંજારમાં ગયુ, વાહનવ્યહવાર-ટ્રાન્સપોર્ટેશન ગાંધીધામથી છે સૌથી વધારે છતાં પૂર્વ કચ્છની આરટીઓ કચેરી જતી રહી અંજાર, ગાંધીધામના ન્યાયલયો જે અદાલતો પર ધમધમતા હતા તે મહત્વપૂર્ણ અદાતલો સિફટ થઈ ગઈ અંજારમાં.., તો ગાંધીધામના ધારાસભ્યને આ બધુ નથી દેખાતુ કે પછી આવા પ્રશ્નોના ઉકેલ માટેના જ્ઞાનનો તેમની પાસે અભાવ છે? કેટલોક આખાબોલો વર્ગ આવા સવાલો પણ પુછી રહ્યા છે. આ બધી જ કચેરીઓ અંજાર ખસેડાઈ ગઈ છે. આ ગાંધીધામને અન્યાય નથી તો શુ છે? ધારાસભ્ય આ બાબતે કેમ ટુંકા પડી રહ્યા છે? અથવા તો અંધારામાં જ છે કે પછી અન્યત્ર જ શકિત કામે લગાડી રહ્યા છે? આવા સવાલો પણ હવે વધી રહ્યા છે. હવે આગામી વિધાનસભાની ચુંટણીઓને ગણતરીનો સમય રહ્યો છે ત્યારે રાજકીય વર્ગ પણ ટકોર કરતા કહી રહ્યો છે કે, ચુંટણીઓ આવી રહી છે, આવા મહત્વપૂર્ણ સમસ્યાઓના ઉકેલ જો નહી લાવી શકો તો પ્રજાજનો જરૂરથી કામના હિસાબો માંગશે ત્યારે નિરૂત્તર જ બની રહેવાશે અને તે વખતે પ્રજાજનો જવાબ આપી દે તો નવી નવાઈ નહી કહેવયા.

એકમાત્ર ‘રમેશભાઈ’ની ‘દવા’માં જ સમયનો વેફડાટ..!
ગાંધીધામ : પ્રજાજનોને સતાવતા પીડાદાયક પ્રશ્ન પૈકી જટલી પ્રશ્ન, રાજવી ફાટક પર રાજવી ઓવરબ્રીજ નિર્માણ કરવાનો, એકમાત્ર રાજકીય હુંસ્સાતુસ્સીમાં અદ્વર લટકાવી દેવાયો, રાજવી ફાટક પર ઓવરબ્રીજ માટે કરોડોની રકમ મંજુર કરાવાઈ, ડીજાઈન તૈયાર થઈ ગઈ, નગરપાલિકા, રેલવે સહિતના વિભાગોનું સંકલન કરાવી દેવાયુ તેમ છતા ઓવરબ્રીજ ન બની શકયો..કારણ કે તેના માટે મહેનત રમેશભાઈએ કરી હતી, રમેશભાઈ સફળ ન થાય તે માટે ઓવરબ્રીજનુ કામ અટકાવી દેવાયો અને હવે ખો ગાંધીધામની મોટરીંગ પ્રજાનો લેવાઈ રહ્યો છે..કોણ સમજાવશે આવી રાજકીય હુંસ્સાતુસ્સી કરનારઓને કે રાજકીય હિસાબ કિતાબ પુરા કરવામાં શહેરીની પ્રજાને પારાવાર પીડા ભોગવવી પડી રહી છે. સમજી શકાય છે કે, રાજકારણમાં જેમને સીડી બનાવીને ઉપર ચડયા હોઈએ તેમને જ પાડવાના હોય, તેમને જ પાછળ છોડી દેવાના હોય, રાજકારણમાં એક બીજાને લાંબા ટુંકા પણ કરવામાં આવતા જ રહેતા હોય છે તે વાત પણ માની શકાય તેવી જ છે, પરંતુ..જે હોદા પર બિરાજમાન છીએ, પ્રજાએ જેના માટે મતો આપ્યા છે તે તમામ કામો વીસરી જઈ.માત્ર અને માત્ર પ્રતિસ્પર્ધીની દવા કરવામાં જ ર૪ કલાકનો સમય વેડફી દેવાય તો એ તો મતદારો અને પ્રજાજનો પણ બહુ લાંબા સમય સુધી સહન નથી કરી લેતી તે વાત પણ ન ભુલવુ જોઈએ.

કેવી છે આપણી કમનશીબી..!
શિણાય ડેમના પેચીદા પ્રશ્ને પણ ધારાસભ્યશ્રી પાસે નથી સમય
ગાંધીધામ : સંકુલના અનેકવિધ પ્રશ્નો તો અદ્વરતાલ લટકી જ રહ્યા છે પરંતુ હાલના સમયે શિણાય ડેમમાથી માટી કાઢવાનો વિષય પણ ખુબજ પેચીદો બની રહ્યો છે. આ ગંભીર બની ગયેલા પ્રશ્નના ઉકેલ માટે પણ ધારાસભ્યશ્રી પાસે ટાઈમ નથી. ચુંટણી નજીક આવી રહી છેી તે સમય મતદાતાઓ પણ ધ્યાનામં રાખે કે આ ગંભીર પ્રશ્ન હોઈને તે માટે સમય ન આપી શકયા તથા આ વિવાદના ઉકેલને માટે પણ કેાઈ સરળ વીકલ્પ ન આપી શકયા. સરકારનો હેતુ બર આવે, ભોગગ્રસ્તોના હિતોને પણ નુકસાન ન થાય તેવી દિશામાં ધારાસભ્યશ્રીને કોઈ સારો વિકલ્પ સુજે તેવો વીચાર પણ ન આવ્યો..ગાંધીધામની પ્રજાના કેવા છે કમનશીબ..!