ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ મુન્દ્રામાં યોજયો લોક દરબાર

મુન્દ્રા : સર્વ સેવા સંઘ મધ્યે માંડવી-મુન્દ્રા ધારાસભ્ય તારાચંદભાઈ છેડાની ઉપસ્થીતિમાં લોક દરબાર યોજાયો હતો. જેમાં પાણી, સફાઈ, રસ્તા સહિતનાં મુદ્દે રજુઆતો આવતા પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્યએ હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.
આજરોજ યોજાયેલ લોક દરબારમાં બારોઈ ગ્રામ પંચાયત હસ્તકના વિસ્તારોમાં તુટેલા માર્ગો, ગંદકી સહિતની સમસ્યા, સંસ્કાર નગરમાં વહેતી ગટરો, વહોરા કોલોનીમાં સર્વત્ર ગંદકી, નાના કપાયા, પુર્વી પાર્ક સહિતના વિસ્તારોમાં લાઈટ, પાણી, સફાઈ સહિતની સમસ્યા અંગે મહિલાઓ દ્વારા ધારાસભ્ય તારાચંદભાઈ છેડા સમક્ષ રજુઆતો કરાઈ હતી. તો મુન્દ્રામાં પણ સફાઈના અભાવ બાબતે મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો. આ તમામ પ્રશ્નોના હકારાત્મક નિરાકણ માટે તારાચંદભાઈ છેડાએ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. આ વેળાએ તાલુકા ભાજપ વાલજી ટાપરીયા, મુન્દ્રા સરપંચ ધર્મેન્દ્ર જેસર સહિતના ઉપસ્થીત રહ્યા હતાં.