ધન્યવાદ છે..! અંજારના ધારાસભ્ય-રાજયમંત્રીને..! ફટ..છે..,ગાંધીધામના બની બેેઠેલા રાજકારણીને..!

લીલાશા કુટીયામાં તાબડતોડ વ્યવસ્થામાં-રામબાગ પ્રત્યે સુગ..! ઓટલા પર સારવાર.! હાય..રે..રાજકારણ.!

અંજાર મતવિસ્તારના લોકોની વાસણભાઈ કરી રહ્યા છે ખરી સેવા : શિણાય ડેમ તોડવાના તંગ માહોલ વખતથી લઈ અને કોરોનાના વધતા સંક્રમણને જોતા લીલાશા કુટિયા(અંજાર મતવિસ્તારમાં આવતા)કેર સેન્ટરનુ યુદ્ધના ધોરણે અંજારની જનતાને માટે કરાવી દીધી વ્યવસ્થા જયારે ગાંધીધામના બની બેઠેલા રાજકારણી આવી વ્યવસ્થાઓ કરાવવાના નામે તો સુસ્ત જ ડોકાયા..બલ્કે પૂર્વ કચ્છની એકમાત્ર સરકારી હોસ્પિટલ રામબાગની ખુટતી સુવિધાઓની પણ મુલાકાત લેવામાં ઉતરી રહ્યા છે ઉણાં..! : જાણકારોની ટકોર

જો કે, લીલાશા કુટીયાની જાત મુલાકાતે ધસી આવેલા અધિકારી-પદાધિકારીઓના કાફલાએ રામબાગની મુલાકાત ન લેવાતા થઈ રહી છે આંતરીક ટીકા : રામબાગમાં ઉભુ થયુ છે ભયાવહ ચિત્ર : કોવિદના મર્યાદીત બેડ થઈ ગયા છે ફુલ, અન્ય દર્દીઓને ઝાડના ઓટલા પર અપાઈ રહી છે સારવાર : તબીબો-નર્સીગ સ્ટાફનો છે અભાવ : ટેસ્ટીંગમાં લોકોને પડી રહી છે ભારે હાલાકી

ખાટલે મોટી ખોટ : અંજારની કોરોનાની વકરતી સ્થીતેને પગલે જાગૃત-સતર્ક અને સક્રીય પદાધિકારીની ભૂમિકા ધારાસભ્યશ્રીએ ભજવી દેખાડી, તાબડતોડ બેઠક બોલાવી, પ્રાંત, મામલતદાર સહિતનાઓને જરૂરી સુચનો આપ્યા, સંક્રમણ વધતા કારણોને ઘર્ષણ થવા છતા દુર કરાવાયા, કોવિદ કેર સેન્ટરની વ્યવસ્થાઓ માટે દાતાઓને ન માત્ર અપીલ કરાઈ, બલ્કે મદદ લેવાઈ ગઈ, અને ગાંધીધામના બની બેઠેલા રાજકારણીને તો દારૂ-જુગાર-આંકડા-તેલચોરીના ધંધાઓની માહિતીઓ મેળવવામાં જ રચ્યાપચ્યા છે કે શુ?

ગાંધીધામ રામબાગ સરકારી હોસ્પિટલના માળખાને કોવિદના કપરા કાળમા પણ દુરસ્ત કરાવવાની જેની પાસે ફુરસદ ન હોય તે, ગાંધીધામ વિસ્તારને માટે કોવિદ કેર ઉભા કરાવવાની શું લેશે તસ્દી..? : જાણકારોની તીખી પ્રતિક્રીયા : રામબાગના અધિક્ષક ખુદ કહે છે કે, હોસ્પિટલના બેડ ફુલ છે, કોરોનાના દર્દીને પંટાગણમાં ઝાડ નીચે કોરોનાના મહિલા દર્દીને સારવારની પડી છે ફરજ, છતા હજુ સુધી ગાંધીધામના આ બની બેઠેલા રાજકારણીએ રામબાગની મુલાકાત લેવી અથવા તો ચિંતા સેવવાની નથી મેળવી ફુરસદ..?

કેવી છે ગાંધીધામ સંકુલની કમનશીબી..! કોરોનાના દર્દીને ઝાડ નીચે ઓટલા પર ઓકસિજન સહિતની અપાય છે સારવાર..! છતાં ગાંધીધામના બની બેઠેલા રાજકારણી સહિતનાઓના પેટનું નથી હાલતું પાણી..! : મુલાકાત લેવાનુ તો દુર, તંત્રથી સ્થિતીનો તાગ પણ મેળવવાની ન લીધી તસ્દી..!

ગાંધીધામ : ભારત અને ગુજરાતની સાથોસાથ હવે કચ્છમાં પણ કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કચ્છમાં અત્યાર સુધીના પાછલા છ માસનો પીકનો સૌથી ટોંચનો આંક સામે આવવા પામી ગયો છે. તંત્રએ ઠેર ઠેર વ્યવસ્થાઓ વધારવાની કવાયત હાથ ધરી દીધી છે તો બીજીતરફ પદાધિકારીઓ પણ જાણે કે આ બાબતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા દેખાઈ રહ્યા છે. દરમ્યાન જ પૂર્વ કચ્છમાં અંજારના ધારાસભ્ય અને રાજયમંત્રી વાસણભાઈ આહિર દ્વારા અંજાર વિસ્તારના માટે જાગૃતતા પૂૃવક સમયસરની સતર્કતા દાખવી અને તંત્રને આ માટે માળખા ઉભા કરાવી રહ્યા છે.
અંજારમાં તાજેતરમા જ વાસણભાઈ આહીરે બેઠક યોજી અને અહી લીલાશા કુટીયામા ૧૦૦ બેડની ઓકસિજનવાળી કોરોના કેર સેન્ટરની વ્યવસ્થાના માળખા ઉભા કરાવી લીધા છે. જેમા પ્રાંત અધિકારી, મામલતદાર, આરોગ્ય અધિકારી, સ્થાનિક લોકો, દાતાઓ, આગેવાનો, સરકાર સહિતનાઓ વચ્ચે સંકલનરૂપ ભૂમિકા ભજવી દેખાડી છે. એટલુ માત્ર જ નહી પરંતુ ખુદ આ કોવિદ કેર સેન્ટરે પહોચી જઈ અને તેની વ્યવસ્થાઓ પણ નિહાળી લીધી છે. એટલે વાસણભાઈ આહિરની જાગૃતતા અને આગોતરી વ્યવસ્થાઓ માટે દાખવેલી સતર્કતાને પ્રબુદ્ધવર્ગ આવકારી રહ્યો છે અને સાથોસાથ જ ધન્યવાદ પણ આપી રહ્યો છે. પદાધિકારીઓની સાચી ભૂમિકા જ આ હોય છે. સરકાર અને પ્રજાની વચ્ચે જરૂરી સેતુરૂપ કડી રૂપ ભૂમિકા ભજવવાની હોય છે. તેમા પણ મહામારી જેવા કાળમા જો તે ભજાવય તો જરૂરથી લેખે લાગી જતી હોય છે. અને તેથી જ વાસણભાઈએ દાખવેલી સમયસજજતાને આવકાર મળી રહ્યો છે તો બીજીતરફ પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર અને લઘુ ભારત અને મીની મુંબઈની ન માત્ર ઉપમા ધરાવતા બલ્કે દેશના અર્થતંત્રમા પણ એટલું તગડું યોગદાન આપતા ગાંધીધામ શહેર-સંકુલના બની બેઠેલા રાજકારણીની બેફિકરાઈ અને ઢીલીઢફ નીતી તથા લાપરવાહ વલણની સામે ફીટકાર વરસી રહ્યો છે. ગાધીધામ સંકુલ જાણે કે ભગવાન ભરોસે જ હોય અને તેની પૂર્છા કરવા વાળુ કોઈ રહ્યુ જ ન હોય અને જાણે કે કેમ અનાથ બની ગયુ હોય તેમ લાગી રહ્યુ છે અને આ પ્રકારની ફરીયાદ અને પીડાને સમર્થન આપતો કિસ્સો પણ ગત રોજ પૂર્વ કચ્છની એકમાત્ર સરકારી હોસ્પિટલ રામબાગ ખાતે બનેલો સામે આવવા પામી ગયો છે. રામબાગ હોસ્પિટલ ખાતે ગત રોજ કોરોનાની એક દર્દીને ઝાડની નીચે ઓકસિજન આપવાની ભયાવહ ચિંતાજનક દ્રશ્ય ઉભુ થવા પામી ગયુ હતુ. રામબાગ હોસ્પિટલમાં કોરોનાના લીધે બેડ બધા જ ભરાઈ ગયા છે, અહી ટેસ્ટીગની મોટી અગવડતા રહેલી હોવાનુ જાણકારો માની રહ્યા છે, તો વળી કોરોનાના દર્દીઓને ખુલલામાં ઝાડ નીચે સારવાર અપાઈ રહી હોવાની સ્થિતી પેદા થતી જોવાઈ રહી છે. પ્રબુદ્વવર્ગમા અહી ટકોર સામે આવવા પામી રહી છે તે અનુસાર લીલાશા કુટીયા જે અંજાર વિધાનસભા મતવિસ્તાર-મઘપર બોરીચી વિસ્તારમા સમાવિષ્ટ છે ત્યા માળખુ ઉભુ થાય, મુલાકાતોના દોર લેવાઈ જાય, પણ તેનાથી બાજુમાં જ આવેલી રામબાગ હોસ્પિટલ જેમા આવી ગંભીર ઘટના બની હોવા છતા કોઈએ મુલાકાત લેવાનુ પણ મુનાસીબ ન માન્યુ..તે કેટલા અંશે વ્યાજબી કહેવાય.? આવા સમયે જાણકારોમા સવાલો તો એવા પણ ઉભા થવા પામી રહ્યા છે કે, અંજારની કોરોનાની વકરતી સ્થીતેને પગલે જાગૃત-સતર્ક અને સક્રીય પદાધિકારીની ભૂમિકા ધારાસભ્યશ્રીએ ભજવી દેખાડી, તાબડતોડ બેઠક બોલાવી, પ્રાંત, મામલતદાર સહિતનાઓને જરૂરી સુચનો આપ્યા, સંક્રમણ વધતા કારણોને ઘર્ષણ થવા છતા દુર કરાવાયા, કોવિદ કેર સેન્ટરની વ્યવસ્થાઓ માટે દાતાઓને ન માત્ર અપીલ કરાઈ, બલ્કે મદદ લેવાઈ ગઈ, અને ગાંધીધામના બની બેઠેલા રાજકારણીને તો દારૂ-જુગાર-આંકડા-તેલચોરીના ધંધાઓની માહિતીઓ મેળવવામાં જ રચ્યાપચ્યા છે કે શુ? કે પછી ગાંધીધામના આ બની બેઠેલા રાજકારણીને સંકુલમાં હજુય વધારે ભયાવહ સ્થિતી સર્જાય તેની ઈતજારી છે? લોકો આવા રાજકારણી પ્રત્યે ફિટકારની લાગણી વરસાવી રહ્યા હોવાનો ગંભીર વર્તારો હાલના સમયે જોવાઈ રહ્યો છે.જો કે, રામબાગ હોસ્પિટલના બનાવ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી માઢકને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, રામબાગમા ગત રોજ મહીલાને ઝાડનીચે આપેલી સારવારની ઘટનામા ડોકટર્સએ તબીબી ધર્મ જ નિભાવ્યો છે. અમને શીખવાડાય છે કે, દર્દીને તત્કાળ સેવાની જરૂર હોય તો તેને ત્વરિત સારવાર સુલભ બને તે જોવાનુ હોય છે. ગત રોજ પણ મહીલાને એ જ રીતે પ્રાથમિકતાના ધોરણે સારવાર આપવામા આવી હતી.

  • સૌ સાથે મળી કોરોનાને માત આપીએ : રાજ્યમંત્રી

આદિપુર લીલાશા કુટિયા કોવીડ કેર સેન્ટરની મુલાકાત લેતા વાસણભાઇ આહિર

ગાંધીધામ : સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિરે આદિપુર ગાંધીધામ ખાતે લીલાશા કુટિયા કોવીડ કેર સેન્ટરની શુભેચ્છા મુલાકાત લીધી હતી.પ્રવર્તમાન સમયમાં વધતા કોવીડ-૧૯ના સંક્રમણને જોતા પૂર્વ કચ્છ અને ગાંધીધામ ખાતે હોસ્પિટલો અને કોવીડ કેર સેન્ટરની સગવડો અને દર્દીઓની જાત મુલાકાતે રાજયમંત્રી શ્રી આહિર પ્રવાસે હતા. તેમણે તાજેતરમાં લીલાશા કુટિયા કોવીડ કેર સેન્ટર ખાતે ૧૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ૫૦ બેડમાં ઓકિસજનની સુવિધા પણ ઉપલબ્ધ છે. તેમણે દર્દીઓને શુભેચ્છા પાઠવી હતી. રાજયમંત્રીએ તાલુકા આરોગ્ય અધિકારી ડો.સુતરીયા તેમજ પ્રાંત અધિકારી ડો.વિમલ જોશી અને કેર સેન્ટરના કર્મીઓ સાથે વિગતે પૃચ્છા કરી હતી. તેમજ આ કપરા સમયમાં કોવીડ-૧૯ના યૌધ્ધા તરીકે કામગીરી કરતા તેમને સૌને બિરદાવ્યા પણ હતા. આ તકે રાજયમંત્રીએ જણાવ્યું હતું કે, કોવીડ-૧૯ માટેની રેમડેસીવર રસી અને જરૂરી વધુ વ્યવસ્થા સરકારી હોસ્પિટલોનો પુરવઠો પુરો પાડવા તંત્રને મેં સૂચિત કરી દીધું છે. આ તકે કોવીડ કેર સેન્ટરના અને તાલુકા આરોગ્યના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.