દ.ગુજરાતમાં મેઘાની તોફાની બેટીંગ

રાજયભરમાં વરસાદથી કુલ્લ મૃતકાંક ર૬ : સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર

બંગાળની ખાડીમાં સક્રીય થઇ લો-પ્રેશર સિસ્ટમ : આગાહીમાં કચ્છ નહી

 

દક્ષિણ ગુજરાતમાં દે ધનાધનઃ કામરેજ, ગણદેવી, કપરાડા, ઓલપાડ, વઘઈમાં ૭ ઈંચ વરસાદ : ભાવનગરના જેસરમાં બાઈક સાથે યુવક તણાયો : અમુક ગામડાઓમાં ઈમારતો ધરાશાયી : ભરૂચની સ્કુલોમાં રજા જાહેર કરાઈ

 

 

 

 

 

આફતના વરસાદની સાઈડ ઈફેકટ
ગાંધીનગર : ગુજરાતમાં ખાસ કરીને દક્ષીણમાં દે ધનાધન વરસાદ પડતા તેની સાઈડ ઈફેકટ પણ થવા પામી રહી છે જે અનુસાર રાજયના સ્ટેટ મોનટરીંગ કન્ટ્રોલરૂમના આંકડાઓ અનુસાર • વરસાદથી ૧૧૦ પશુઓના મોત • દક્ષીણ ગુજરાતમાં જનજીવન પ્રભવિત• કુલ્લે ૧ર૦ રસ્તાઓ બંધ • પાંચ સ્ટેટ હાઈવે અને ર૪ પંચાયત હાઈવે બંધ • રાજયમાં મૃતાંક પહોંચ્યો ર૬ પર • એનડીએનઆરફની ટીમો તૈનાત • ટીમોએ લોકોનું કર્યુ સ્થળંતર • કલેકટરને સ્થાનીકેથી નીર્ણય લેવાની સુચનાઓ અપાઈ • સુરતમાં શાંતીનગરમાથી પ૦ મળી અને ર૦૦લોકોનું કરાયુ સ્થળાંતર

 

 

 

વલસાડમાં હાઈએલર્ટ : ઔરંગા નદી બની છે ગાંડીતુર
૪ મીટરની ભયજનક સપાટી વટાવીને પ મીટરને કરી ગઈ છે પાર : એનડીઆરએફની ટીમો તૈનાત
વલસાડ : ભારે વરસાદના પગલે વરસાદમાં મેધાની કહેર સામે આવવા પામી રહી છે. વલસાડના નીંચાણવાળા વિસ્તારમાં હાઈએલર્ટ જાહેર થઈ જવા પામી ગયુ છે. ઓરંગાનદી ભયજનક સપાટી વટાવી ગઈ છે. ચાર મીટરની ભયજનકની સપાટી વટાવી અને પ મીટરને પાર કરી ગઈ છે. વલાસડમાં નીંચાળવાળા વિસ્તારમાથી લોકોને સ્થળાંતર કરવાની જરૂરીયાત રહેશ. આ ઉપરાંત એનડીઆરઅફની ટીમો પણ તૈનાત કરી દેવામા આવી છે.સાયરનવગાડી અને એલર્ટ જાહેર કરી દેવામા આવ્યુ છે.

 

 

હજુ’ય અનરાધારની આગાહી
અમદાવાદ : દક્ષીણ ગુજરાતમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે ત્યારે હજુ પણ અનરાધાર વરસાદ વરસવાની આગાહી કરવામા આવી રહી છે. દક્ષીણ ગુજરાત-સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

 

ગાંધીનગર : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે ભારે વરસાદ પડ્‌યો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ કામરેજ,ગણદેવી, કપરાડા ઓલપાડ અને વઘઈમાં ૭ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે ખેરગામ, ચીખલી અને સુરત સિટીમાં ૬ ઈંચ જેટલો વરસાદ પડ્‌યો છે. આજે પણ વરસાદી વાતાવરણ વચ્ચે ધામી ધારે વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરી હતી. આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્‌યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સુરતના કામરેજ-ઓલપાડ, નવસારીના ગણદેવી, વલસાડના કપરાડા અને ડાંગના વઘઈમાં ૭ ઈંચ જેટલો વરસાદ પડ્‌યો હતો. જ્યારે નવસારીના ખેરગામ-ચીખલી અને સુરત સિટીમાં ૬ ઈંચ જેટલો પડ્‌યો હતો. અને વલસાડના પારડી, નવસારીના વાંસદા, બારડોલીમાં ૫ ઈંચ જેટલો વરસાદ પડ્‌યો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ૧ ઈંચથી લઈને ૭ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાવાના બનાવો બન્યા હતા. જ્યારે વરસાદી પાણી રોડ પર ફરી વળતા દક્ષિણ ગુજરાતના અનેક ગામો સંપર્ક વિહોણા પણ બની ગયા હતા.વલસાડની ઓરંગા, નવસારીની અંબિકા અને ડાંગની ચાર જેટલી નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ડાંગમાં ભારે વરસાદના
પગલે ૭ જેટલા કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેને પગલે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. જ્યારે ભારે વરસાદના પગલે ડાંગના ૧૧ ગામોને અસર પહોંચી છે.ગત રોજ હવામાન વિભાગ દ્વારા હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી હતી. દરમિયાન વલસાડ અને નવસારીના દરિયામાં તોફાની મોજાં ઉછળ્યા હતા. જ્યારે જલાલપોરમાં દરિયાના પાણી રેતીનો પાળો તોડી માછીવાડમાં સહિત પાંચ જેટલા ગામોમાં ઘૂસી ગયા હતા. બીજીતરફ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. અંકલેશ્વરમાં ૫ ઇંચ ખાબક્યો, ભરૂચની સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે તો વરી વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ અને અંકલેશ્વરમાં વરસાદને કારણે જનજીવન પર અસર પડી છે. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.વડોદરા શહેર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દાહોદ, ભરૂચ, અંકલેશ્વર સહિતના પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે જગતનો તાત ખુશખુશાલ છે. પરંતુ સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પર અસર પહોંચી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં વરસાદને કારણે સરકારી શાળાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી હતી. તો ઘણી પ્રાઇવેટ સ્કૂલોએ પણ ભારે વરસાદને કારણે રજા જાહેર કરી હતી.