દ.ગુજરાતમાં મેઘતાંડવ યથાવત : વલસાડ-નવસારીની નદીઓમાં ઘોડાપુર

બારડોલી-નવસારી-ધરમપુર-વલસાડ-વધઈમાં નવ ઈંચ વરસાદ : બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ખાબકયોઃ નવસારીમાંથી ૧૭ કલાકમાં નવ ઈંચ વરસાદ : નદીઓ બે કાંઠે વહેતા તંત્રનું એલર્ટ : પુરની સર્જાઈ સ્થિતિ : વલસાડમાં ઔરંગાનદી ગાંડીતુર બનીઃ ગીર સોમનાથમાં પણ હેત વરસાવતા મેઘરાજા

ગાંધીનગર : દક્ષીણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટીંગ યથાવત જ રહેવા પામી ગઈ છે. આજે પણ ઠેર ઠેર વરસાદે ધોધમાર હેત વરસાવી દીધુ છે તો કયાંક વરસાદ તારાજી સર્જી રહ્ય હોવાની સ્થિતી સામે આવવા પામી રહી છે. દક્ષીણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, ધરમપુર, નવસારી, સહિત ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. દક્ષીણ ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતી સર્જાવવા પામી છે. વલસાડની ઔરગા નદી બે બાજુ વહી રહી છે. ઠેર ઠેર નદીઓ ગાંડી તુર બની છે અને નીચાણ વાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરી દેવાયા છે.
એનડીઆરએફની ટીમો તૈનાત કરવામા આવી ચૂકી છે. ગણદેવી તાલુકાની નદીમાં ઘોડાપુર આવતા કલીયારી ગામ સંપર્કવિહોણું બની જવા પામી ગયુ છે. ર૦૦ લોકો પ્રભાવિત થવા પામી ગયા છે. અહી તંત્ર પણ પહોચી શકયુ નથી. ઠેર ઠેર નદીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. ભાવનગરમાં મુશળધાર વરસાદ વરહસ રહ્યો છે. બારડોલી,નવસારી, વલસાડ, ધરમપુર, વધઈ, ભરૂચ સહિત વરસાદની મહેર યથાવત છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજયમાં ૧૮ ઈચ જેટલો વરસાદ વરસી જવા પામી ગયો છે. ગીર સોમનાથમાં વેરાવળમાં પણ મેઘરાજાએ એન્ટ્રી બોલાવી દીધી છે.