દ્વારકાના ટંકારીયામાં આભ ફાટ્યુ : ૩ કલાકમાં ૧૫ ઈંચ

દ્વારકા : ગુજરાતમાં મેઘરાજાની ગત રોજથી ધમાકેદાર ઈનિગ્સ શરૂ થઈ જવા પામી ગઈ છે. રાજયભરમાં વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા કહેર બનીને ત્રાટકયા હોય તેવો તાલ સામે આવવા પામી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસરના લીધે હજુ પણ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી છે ત્યારે આજ રોજ અહી દ્વારકામાં આભ ફાટયાની Âસ્થતી સર્જાવવા પામી ગઈ છે. આ મામલે મળી રહેલા વધુ અહેવાલો અનુસાર દ્વારકાના ટંકારીયામાં આકાશમાંથી સુનામી વરસી રહ્યુ છે. ત્રણ જ કલાકમાં ૧પ ઈંચ પાણી ખાબકી જવા પામી ગયુ છે. ભારેવરસાદના કારણે દેવભૂમી દ્વારકા પંથકમાં જનજીવન ખોરવાઈ જવા પામી ગયુ છે. ભાટીગા ગામમાં પણ ૧૦ ઈચ વરસાદ પડયો હોવાના અહેવાલો સામે આવી રહયા છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જે રીતે અગામી કરવામા આવી છે તે રીતે રાજયભરમાં મેઘરાજા તોફાની ઈનિગ્સ ખેલી રહ્યા હોવાનો વર્તારો સામે આવ્ય છે. દેવભૂમિ દ્વારકમાંપાછલા ત્રણ કલાકમાં ૧પ ઈંચ જેટલા વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થવા પામી ગયુ છે તો તંત્રની દોડધામમાં પણ ઈજાફો થઈ ગયો છે.