દેશ દેવી આશાપુરા મંદિર ખાતે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શીશ નમાવ્યું

અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજરોજ એક દિવસ કચ્છની મુલાકાતે પધાર્યા છે. કચ્છ પ્રવાસનો આરંભ તેમણે દેશદેવી આશાપુરા માતાજીના મંદિર માતાનામઢ ખાતે શીશ ઝુકાવી પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે તેમની સાથે અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, ભચાઉના કુલદીપસિંહ જાડેજા, માતાનામઢના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેર, પ્રાંત અધિકારી મેહુલભાઈ સાથે રહ્યા હતા. કોરોના મહામારી બાદ લાંબા સમય બાદ માતાનામઢ મંદિરના દ્વાર ખુલતા મહાનુભાવોએ દર્શન કર્યા હતા.