દેશલપર મહેશ્વરી સમાજને હેરાનગતિ કરતા ઈસમો સામે કાર્યવાહીની માંગ

શ્રી લુણંગદેવ મહેશ્વરી સમાજે મુંદરા મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર

મુંદરા : મુંદરા તાલુકાના દેશલપર (કંઠી) ગામે મહેશ્વરી સમાજને હેરાનગતિ કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા શ્રી લુણંગદેવ મહેશ્વરી સમાજે મુંદરા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
શ્રી લુણંગદેવ મહેશ્વરી સમાજે કરેલ રજૂઆતમાં જણાવેલ કે, ધણી માતંગ દેવની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા તેમજ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું . જે દરમ્યાન પુનશી કાનજી માતંગ, જગદીશ પુનશી માતંગ, ધનબાઈ પુનશી માતંગ, લક્ષ્મીબેન લાલજી મારાજ તેમજ વાલજી પુનશી માતંગે ઝઘડો કરેલ તેમજ સમાજના વ્યક્તિઓને જાનથી મારી નાખવાની ધમકી આપેલ. ઉપરાંત આ લોકોએ આંગણવાડી પર પણ કબજો જમાવી લીધેલ છે. આ પરિવારના સભ્યો દ્વારા અવાર- નવાર ગામના નિર્દોષ વ્યક્તિઓ ઉપર ખોટા કેસો કરી થોડા જ સમયમાં કેસ પાછા ખેચી પૈસા પડાવે છે જેથી આ લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.