દેશને સાચી દિશામાં લઈ જવો છે ઃ અમિત શાહ

 

શકિતકેન્દ્રોના ઈન્ચાર્જ ગુજરાત ચૂંટણીમાં ભજવે ચાવીરૂપ ભૂમીકા : ગાંધીધામના સીંધુભવનખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો ઉદગાર

ગાંધીધામ : આજ રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીધામ ખાતેથી મહાસંપર્ક અભિયાનનો આરંભ કર્યો હતો જેમા બપોરે એક કલાકે તેઓએ અહીના સીંધુ ભવન ખાતે કચ્છ-મોરબી અને સુરેન્દ્રનગરના શકિતકેન્દ્રોના ઈન્ચાર્જને માર્ગદર્શન આપ્યુહ તુ. આજ રોજ કાર્યકર્તા અને અપેક્ષીતોની હાજરીમાં યોજાયેલી સંવાદ બેઠકમાં અમિત શાહને આવકાર આપવામા આવ્યો હતો. તેઓએ અહી આજ રોજ ગુરૂનાનક જયંતી હોતા પુ.ગુરૂનાનકજીને પુષ્પ અર્પણ કર્યા હતા. બેઠકને દીપપ્રાગટયથી ખુલ્લી મુકી હતી તથા અહી ભાજપના કાર્યકર્તાઓએ અમિત શાહનુ શાહી સ્વાગત કર્યુ હતુ.
અમિત શાહે અહી સંબોધન કરતા ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાવીરૂપ ભુમીકા ભજવે તે માટે આહવાન કર્યુ હતુ. તેઓએ અહી દેશને સાચી દીશામાં લઈ જવાની પ્રતિબદ્ધતા ભાજપ વતથી વ્યકત કરી હતી. જીતવુ જરૂર નથી પરંતુ ૧પ૦ પ્લસને માટે માઈક્રો પ્લાનીંગ સાથેની તૈયારીઓ અતિ જરૂરી છે. આજ રોજ શાહે શકિતકેન્દ્રોને દીશાચિનરૂપ માર્ગદર્શન ચૂંટણી સંદર્ભે આપ્ય હતુ. અમિત શાહે કહ્યુ હતુ કે આજે ભારત વિશ્વગુરૂ પરપ્રસ્થાપિત થવા તરફ આગળ ધપી રહ્યુ છે. વિશ્વકક્ષાએ ભારતની પ્રગતિના મુળમાં ગુજરાત ભાજપ રહેલુ છે.
આજ રોજ આ બેઠકમાં મોરબી-સુરેન્દ્રનગર અને કચ્છના અપેક્ષીત કાર્યકર્તાઓ મોટી સખ્યામાં હાજર રહ્યા હતા.