દેશનું મહાબંદર દીનદયાળ પોર્ટ અરાજકતા ભણીઃ વિજીલન્સની ગાઈડ લાઈનની અનદેખી

ડેપ્યુટી ચેરમેન મેડિકલ ગ્રાઉન્ડ ઉપર દોઢ મહિનાની રજામાં : ફાયનાન્સ વિભાગમાં અરાજકતાઃ નીચેના નાના અધિકારી તોડ જોડ કરી અને મોટો ભાગ પોતાની પાસે રાખી ઉપરીને પ્રસાદી ધરી દે ત્યારે ફાઈલો ઉપર આ બિનઅનુભવી અધિકારી સહી કરે

 

ગાંધીધામઃ દેશ ભરના મહાબંદર ગ્રાહો નં.૧ સ્થાન રહેલું દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ(કંડલા પોર્ટ) છેલ્લા લાંબા સમયથી મુંબઈ પોર્ટના અધ્યક્ષને વધારાનો ચાર્જ સોંપી અને કારભાર ચાલે છે. તેઓ મુંબઈમાં વ્યસ્ત હોવાથી અહીં જયારે બોર્ડ મિટીંગ હોય છે. અથવા કોઈ મંત્રીઓ આવવાના હોય ત્યારેજ ડોકાતા હોય છે જયારે અહીં ડેપ્યુટી ચેરમેન તરીકે આલોકસિંઘ બીરાજમાન છે તેમને ચેરમેનની ગેરહાજરીમાં ચેરમેન તરીકેનો વહીવટ કરવાની સતા આપવી જોઈએ તે પણ ન થતા અત્રેના વપરાશકારો ઉપરાંત દરરોજના મહત્વના નિર્ણય લેવામાં અધિકારીઓ પણ મુશ્કેલીઓ અનુભવતા આ પોર્ટનું વિકાસ પણ રૂંધાય છે ઉપરાંત દિલ્હીના શીપીંગ મંત્રાલય દ્વારા અહીં અલગ અલગ વિભાગના વડાઓ(એચ.ઓ.ડી.),ની નિમણુંક ગેરકાયદેસર રીતે અને બિન અનુભવીઓને આરૂઢ કરતા પોર્ટના વપરાશકારો અનેકે સમસ્યાથી પીડાય છે અને આથી અરાજકતા તથા પરિસ્થિતી કંડલા બંદરે કયારે જોઈઅ નથી.
હવે ડેપ્યુટી ચેરમેન પણ દોઢ મહીનાની રજામાં ઉતરી જતા પરિસ્થિતી વધુ ખરાબ બનશે. મેડીકલ ગ્રાઉન્ડ ઉપર કેન્દ્ર સરકારની વિજિલન્સ ડીપાર્ટમેન્ટની ગાઈડ લાઈનનું કોઈ ફોલોઅપ વર્ષોથી એકજ ટેબલ ઉપર ચીપકીને બેઠેલાઓ જોવા મળે છે એટલુંજ નહીં અમુક ડીપાર્ટમેન્ટની ટેબલો ઉપર રહેવાથી તેમની ફીકસ સ્પીડમની મળતી રહે એટલુંજ નહીં આવા અમુક કામદારો જેમને પ્રમોશનનો સમય આવે ત્યારે તે પ્રમોશન પણ જતું કરે છે. વીજીલન્સની ગાઈડ લાઈન પ્રમાણે ૩ થી પ વર્ષ બાદ જે તે કર્મચારીને બીજા ડીપાર્ટમેન્ટમાં તબદીલ કરવાના હોય છે. પરંતુ તે પણ થતું ન હોવાથી અને તે કામદાર એવા વગદાર હોય છે કે તેમને કોઈ હલાવી પણ શકતું નથી. પોર્ટની અંદર અલદાયદું વીજીલન્સ ડીપાર્ટમેન્ટ છે. તે પણ કાંઈ કરતું નથી માત્ર વિજીલન્સ અઠવાડીયો ઉજવે છે. પોર્ટની કરોડરજ્જુ ફાયનાન્સ વિભાગ છે જે સામાન્ય રીતે ફાયનાન્સના વડા તરીકે જગ્યારે જગ્યા ખાલી થાય ત્યારે પોર્ટ સેકટરના અનુભવી જે અન્ય બી કક્ષાના પોર્ટમાં કાર્યરત તેમાં પોસ્ટ સર્કયુલેટ કરી એ નિમણુંક અપાય છે. અત્યારે જે ફાયનાન્સના વડા કાર્યરત છે. તેઓ દિલ્હીની વગ વાપરી અહીં નિમણુંક પામેલ છે. તેઓ દિલ્હીની ઈલેકટ્રીક કંપનીમાં હતા ઉપરાંત ૪પ વર્ષની વય મર્યાદા કરતા મોટા છે ઈલેકટ્રીક કંપનીમાં એકાઉન્ટ વિભાગનો અનુભવ હોવાથી પોર્ટ સેકટરનો કોઈ અનુભવ ધરાવતા નથી અને આ અધિકારી ડી.એન.સોન્ઢી જેઓ બે વર્ષથી વધુ સમયથી અહીં એફ.એ.સી.માં જે ફાયનાન્સના વડાની પોસ્ટ છે ત્યાં કાર્યરત હોવાથી તેમની રીતભાત નિરાલી છે અને વપરાશકારોનો રીફંડ, અન્ય કોન્ટ્રાકટરો સપ્લાયરોના બીલો વગેરે પ્રસાદી ધર્યા વગર પાસ થઈ પેમેન્ટ મળતા ન હોવાથી અનેક મુશ્કેલીઓ નડે છે. ખુદ પોર્ટના અગાઉના ચેરમેન તેમની કાર્ય કરવાની રીત ભાતથી તંગ આવી તેમના વિરોધમાં આવતી ફરીયાદોથી તંગ આવી પોર્ટના સચિવને દિલ્હી મુકામે ૩ વખત લેખીતમાં રજુઆત કરેલ અને આ અધિકારી વિશે બોર્ડની મીટીંગમાં અનેક વખત નોંધ લેવાઈ હતી પરંતુ આ અધિકારી દિલ્હીમાં એટલી વગ ધરાવે છે તેમને કોઈ હટાવી શકતું નથી અને કોઈ પગલા ભરાતા નથી આવા પોર્ટ સેકટરના બિન અનુભવી જો પ વર્ષ અહીં ફાયનાન્સના વડા તરીકે કારભાર પુરો કરે તો અને ત્યારબાદ અન્ય બી પોર્ટમાં ડેપ્યુટી ચેરમેન પદ મળવાના હકદાર બની જાય.
પોર્ટના વપરાશકારોએ વધુમાં જણાવ્યું હતું કંડલા બંદરને અરાજકતા માંથી બચાવવું જરૂરી છે નહીંતર આ બંદર પાછળ ધકેલાઈ જશે વિકાસની યોજનાઓ ખોરંભે ચડી જશે કંડલા બંદરના વહીવટને સુધારવા સમયની માંગ છે. કારણ કે પોર્ટ આધારીત અન્ય ધંધા રોજગારને અસર પડે છે. કાયમી ચેરમેનની નિમણુંક ઉપરાંત મહત્વના હોદાઓ ઉપર અનુભવી નિષ્ઠાવાન અધિકારીઓ આવે તે જરૂરી છે.