દેશની સમસ્યા પર શાંત રહેલા કલાકારોની ટિકા

મુંબઇ : બોલિવુડની સાહસી અને ટિકા ટિપ્પણી કરવામાં સૌથી આગળ રહેલી અભિનેત્રી કંગના રાણાવતે દેશની સંવેદનશીલ સમસ્યાઓ પર મૌન રહેનાર ટોપ કલાકારોની જોરદાર ઝાટકણી કાઢી છે. કંગના સાફ શબ્દોમાં કહે છે કે પ્રજાએ તમને સુપરસ્ટાર્સની ખુરશી પર એટલા માટે બેસાડ્યા નથી કે તમે માત્ર તમારી સુવિધાના મુદ્દા પર જ વાત કરો. કંગના કહે છે કે સફળ વ્યક્તિ જેની પાછળ ૨૫ ૨૫ કમેરેા ભાગતા રહે છે તે વ્યક્તિએ તમામ વિષય પર પોતાના અભિપ્રાય રજૂ કરવા જોઇએ. જો આવા સફળ લોકો પણ કોઇ સામાજિક સમસ્યા અને દેશની સમસ્યા પર વાત કરશે નહીં તો કોણ કરશે. જો આવા લોકો વાત કરશે નહીં તો તેમની સફળતા પાછળનો અર્થ શુ છે. કંગનાની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો સફળ વ્યક્તિએ સંવેદનશીલ વિષય પર વાત કરવી જોઇએ. તેનુ કહેવુ છે કે સફળ લોકોએ તમામ વિષય પર વાત કરીને પોતાની વાત લોકો સુધી પહોંચાડવી જોઇએ. કંગના આગળ કહે છે કે જો તમે કોઇ વિષય પર વાત કરી શકતા નથી તો સફળ કેમ છો. આવી સફળતાનો કોઇ અર્થ પણ નથી. પૈસા બનાવ્યા, ખાવા પીવાની મજા લેવી અને મસ્તી કરવી તે સફળતા નથી. કંગના રાણાવત હાલમાં પોતાની ફિલ્મ મણિકર્ણિકા ફિલ્મને લઇને ઉત્સુક છે. આ ફિલ્મ રજૂ કરવા માટેની તૈયારીમાં છે. તે ટુંક સમયમાં જ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત થનાર છે. આ ફિલ્મ આગામી વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૯માં ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનારછે. ફિલ્મના નિર્દેશન કૃષ દ્વારા કરવામાં આવ્યુ છે. સંગીત શંકર અહેસાન લોય દ્વારા આપવામાં આવ્યુ છે. તેનુ કહેવુ છે કે તેને સફળ લોકોની વાત બિલકુલ પસંદ નથી. તેનુ કહેવુ છે કે તેની સાથે કામ કરનાર અનેક કલાકારો દેશની સમસ્યા પર વાત કરતા નથી. ફિલ્મના કલાકારો પણ ભારે ઉત્સુક છે.