દેશના નવા ચૂંટણી કમિશ્નર તરીકે સુશીલ ચંદ્રાએ ચાર્જ સંભાળ્યો

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,ભારતીય ચૂંટણી પંચે સુશીલ ચંદ્રાને આગામી મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કર્યા છે. મંત્રાલયના એક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં ચંદ્રાએ આજે કાર્યભાર ગ્રહણ કરી લીધો છે. તે ૧૪ મે ૨૦૨૨ સુધી આ પદ સંભાળશે. મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સુનીલ અરોડાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.
નોટિફિકેસનમાં કહેવાયુ છે કે, સંવિધાનના અનુચ્છેદ ૩૨૪ મુજબ રાષ્ટ્રપતિએ સુશીલ ચંદ્રાને ૧૩ એપ્રિલ ૨૦૨૧થી મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કર્યા છે. ચંદ્રાને લોકસભા ચૂંટણી પહેલા મુખ્ય ચૂંટણી અધિકારીએ નિમણૂંક કરવામાં આવ્યા હતા. ચંદ્રાના કાર્યકાળમાં ગોવા, મણિપુર, ઉત્તરાખંડ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાનો કાર્યકાળ આગામી વર્ષે ૧૪ મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.ચૂંટણી પંચમાં સેવા આપતા પહેલા ચંદ્રા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ બોર્ડના અધ્યક્ષ હતાં. અરોડાની સેવાનિવૃતિ બાદ ત્રણ સભ્યોની ટીમમાં એક પદ ખાલી હતું. ચંદ્રા હવે મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે કાર્યભાળ સંભાળશે. આઈઆઈટીમાંથી બીટેક કરી ચુકેલા ચંદ્રા ભારતીય રેવન્ય વિભાગમાં ૧૯૮૦ બેંચના અધિકારી રહેલા છે.