દેવળીયા પાસે અજ્ઞાત યુવકે ટ્રેન નીચે ઝંપલાવ્યું

રેલ્વે ટ્રેક પાસેથી મોટર સાયકલ મળી : કોઈ ટ્રેન કે માલગાડી સાથે સર્જાઈ
દુર્ઘટનાઃ પોલીસે શરૂ કરી છાનબીન

અંજાર : તાલુકાના દેવળીયા રેલ્વે ટ્રેક પાસેથી અજ્ઞાત પુરૂષનો કપાયેલ મૃતદેહ મળતા પોલીસે છાનભીન શરૂ કરી હતી.
અંજાર પોલીસ મથકના તપાસનીશ સહાયક ફોજદાર સિધ્ધરાજસિંહ ઝાલાએ વિગતો આપતા જણાવેલ કે આપઘાતનો બનાવ રાત્રીના બે વાગ્યાથી પહેલા કોઈ પણ સમયે બનવા પામ્યો હતો.
દેવળીયા સીમમાં આવેલ રેલ્વેના પુલીયા ઉપર રેલ્વે ટ્રેક વચ્ચેથી અજાણ્યા ૩પથી ૪૦ વર્ષિય યુવાનનો કોઈપણ ટ્રેન કે માલગાડીની ટક્કર લાગતા કપાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યાની જાણ દેવળીયા રેલ્વે સ્ટેશન માસ્તર ધનંજ્યભાઈએ કરતા સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી તેઓએ તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળે જીજે. ૧ર. ડીબી. ૬૯ર૮ નંબરની મોટર સાયકલ પડેલ છે જેના પરથી હતભાગીએ કોઈ કારણોસર આપઘાત કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. શરીરે સફેદ લીલા આડી લાઈન વાળુ ટી શર્ટ તથા બ્યુલ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે જે કોઈ સગા સંબંધીઓ હોઈ તેમણે અંજાર સરકારી હોસ્પિટલનો સંપર્ક સાધવા જણાવાયું છે.