દેવપર યક્ષમાં શ્રાવણી જુગાર રમતા ચાર શકુનીઓ ઝડપાયા

નખત્રાણા : તાલુકાના દેવપર યક્ષ ગામે જુગાર રમતા ચાર ખેલીઓને પોલીસે ધરબોચી લીધા હતા. પોલીસ સુત્રોના જણવાયા અનુસાર નખત્રાણા પીએસઆઈ એલ. પી. બોડાણાને મળેલી બાતમી આધારે રાત્રીના એક વાગ્યે દેવપર યક્ષ ગામે છાપો માર્યો હતો. ઘાણીપાસા વડે રૂપીયાની હારજીતનો જુગાર રમતા ધર્મેન્દ્રગીરી નવિનગીરી ગુસાઈ, અમૃતલાલ ધરમશી વણકર, જેન્નીલાલ મીઠુભાઈ જોગી તથા રાજેન્દ્ર ડુંગરશી જોષી (રહે. તમામ દેવપર યક્ષ, તા.નખત્રાણા)ને રોકડા રૂપીયા ૧૦,૩૯૦ સાથે પકડી પાડયા હતા. તમામ આરોપીઓ સામે ક્રીપાલસિંહ ઝાલાએ જુગારધારા કલમ ૧ર હેઠળ ગન્હો નોધાવ્યો હતો.