દેવગઢ બારિયા ન.પા.ના ભાજપ ઉપપ્રમુખ અને એક કાઉન્સિલર સસ્પેન્ડ

(જી.એન.એસ.)દાહોદ,દેવગઢ બારીયા નગરપાલિકાના ભાજપના ઉપપ્રમુખ અને એક કાઉન્સીલરને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવા મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન કમીશ્નરનર હુક્મ કર્યો છે. ઉપપ્રમુખ ગૌરાંગ પંડ્યા અને કાઉન્સિલર ધર્મેશભાઈ કલાલને સભ્યપદેથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.બંન્ને કાઉન્સિલરોએ હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી જમીનમાં પરવાનગી વગર ૬૪ દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. ભાજપના બે કાઉન્સિલરને સસ્પેન્ડ કરવામાં આવતા જીલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ચાર વર્ષ પહેલા ગેરકાયદેસર બાંધકામ કરેલી ૬૪ દુકાનો તુટશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.