દેના બેંક એમ્પ્લોઈઝ યુનિયન કચ્છ ઝોન દ્વારા ધરણા

બદલીની નીતિઓનો ભંગ કરાયા ઉપરાંત અન્ય માંગો સંતોષવા સુત્રોચ્ચાર

 

ભુજ : સમગ્ર ગુજરાતમાં દેના બેંક એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આજે વિવિધ માંગોને પગલે ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં ખાસ તો ટ્રાન્સફર પોલીસીને નેવે મુકીને કરાયેલી બદલીઓનો વિરોધ કરાયો હતો.
ભુજમાં કચ્છ – સૌરાષ્ટ્ર ઝોનના દેના બેંકના કર્મચારીઓ દ્વારા આજે ધરણા યોજાયા હતા, જેમાં કર્મચારીઓની બદલી નીતિઓનો સરેઆમ ભંગ કરાઈ રહ્યો છે. કર્મચારીની બદલી સિન્યોરિટી મુખ્ય થવી જોઈએ. આ ઉપરાંત એનપીએની રિકવરી કરવા ઉપરાંત ધરાણ પર મુકાયેલા પ્રતિબંધને હટાવવામાં આવે આ ઉપરાંત સ્ટાફ ભરતી સહિતના મુદ્દાઓ અંગે ધરણા યોજીને દેના બેંક કર્મચારીઓએ સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.