દૂધ દોહવાના ઈલેકટ્રીક મશીને માંડવીના વરઝડીના યુવાનનો ભોગ લીધો

Cow milking facility and machine milking equipment in farm, selective focus.

વાડીમાં ગાયનું દૂધ દોહતી વખતે કરંટ લાગતા બનેલી ઘટના

(ક્રાઈમ પ્રતિનિધિ)માંડવી : આજના ટેકનોલોજીના જમાનામાં દરેક વસ્તુઓ માટે વિકલ્પ મળી રહે છે. અગાઉ દૂધ દોહવા માટે માનવશ્રમની જરૂર પડતી હતી પરંતુ ટેકનોલોજીના કારણે હવે વાડીઓમાં આરામથી મશીન મારફતે ગાય – ભેંસનું દૂધ દોહી શકાય છે. પરંતુ ટેકનોલોજી જીવલેણ પણ સાબિત થતી હોય છે. તેવી જ ઘટના માંડવી તાલુકાના વરઝડી ગામે સામે આવી છે. ઈલેકટ્રીક મશીનથી દૂધ દોહતા યુવાનને કરંટ લાગતા મોત નિપજયું હતું.ગઢશીશા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ કાન્તિભાઈ શામજીભાઈ ભીમાણીએ પોલીસમાં જણાવ્યું કે, તેમના ભત્રીજા ૩પ વર્ષિય સચિન ઈશ્વરભાઈ ભીમાણી વાડીમાં ગત સાંજે ગાયોનું દૂધ દોહવાનું કામ કરતા હતા. તે દરમિયાન દૂધ દોહવાના ઈલેકટ્રીક મશીનથી તેમને કરંટ લાગતા અર્ધ બેભાન થયા હતા. જેથી સારવાર માટે ગઢશીશા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા. જયાં ફરજ પરના તબીબે હતભાગીને મૃત જાહેર કર્યા હતા. જે સંદર્ભે ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.