દુર્ગાપુર ગામે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે રૂા.૩.રપ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

માંડવી : માંડવી તાલુકાના દુર્ગાપુર(નવાવાસ) ગામે માંડવીના લોકલાડીલા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે રૂા.૩રપ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોનું ખાતમુર્હુત કરાયું હતું. જેમાં ર.રપ કરોડના ખર્ચે બનનાર ડામર રોડ, ર૩ લાખનાં ખર્ચે પી.એચ.સી.સેન્ટર, ગામના આંતરીક રસ્તા, ગટર લાઈનના કાર્યો, સમાજવાડી સેડનો કામ, ગામમાં શૌલભ શૌચાલય, ગામમાં એલ.ઈ.ડી લાઈટ જેવા વિવિધ વિકાસકાર્યો સવા ત્રણ કરોડનાં ખર્ચે સાકાર થનાર છે. જેનો ખાતમુર્હુત ગંગેશ્વર મંદિર પાસે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં પ્રારંભે વિષ્ણુસમાજના પ્રમુખ ભુપેન્દ્રભાઈ જોષીએ પધારેલ મહાનુભાવોને આવકાર આપતાં ગામમાં થયેલ વિકાસ કાર્યો અને ખુટણી વિકાસની કડીઓથી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને વાકેફ કર્યા હતા. તા.પં.પ્રમુખ ગંગાબેન સેંધાણીએ ભાજપની વણથંભી વિકાસયાત્રા અંતર્ગત માંડવીનો એક પણ ગામ વિકાસ થી વંચિત નહી રહે તેવી ખાત્રી દર્શાવી હતી. તાલુકા ભાજપના સહમંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા જેવા સબળ નેતૃત્વ માંડવી – મુંદરાને મળ્યુ છે. ત્યારે આ વિસ્તારમાં વિકાસ કામો જેટ ગતિએ થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભાઈ વાડીયાએ સૌના સાથ સૌના વિકાસ દ્વારા દુર્ગાપુરને માંડવી તાલુકાનો આદર્શ ગામ બનાવાનો આહવાન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો સન્માન ભુપેન્દ્ર જોષી અને તલાટી રાણશી ગઢવીએ તેમજ ગામવતી સમાજનાં વડીલોએ ધારાસભ્યનો વિશિષ્ઠ બહુમાન કર્યું હતું.
જિ.પં.ઉપપ્રમુખ નિયતીબેન પોકારનો સન્માન સરપંચ ભાવનાબેન જોષી અને દુર્ગાપુર પાટીદાર સમાજ વતી પ્રવિણભાઈ વેલાણી, રતનશી બાપા, કલ્યાણજી સેંઘાણીએ સન્માન કર્યું હતું. ગંગાબેન સેંઘાણીનું ખેરૂનિશાબેન સુમરા, પ્રધ્યુમનસિંહ જાડેજાનો નાનજીભાઈ શિરોખા, રાજેન્દ્રસિંહ જાડેજાનો શાંતિભાઈ પાતાડીયા, પ્રવિણ વેલાણીનું વિરેન્દ્ર સેંઘાણી, રાણશી ગઢવીનું રમેશ કટુઆ, મેહુલભાઈ શાહનો સલીમ સુમરા, કેશવજીભાઈ રોશીયાનો પ્રેમીલાબેન શિરોખા, સુરેશ સંઘારનો પુષ્પાબેન વેલાણી, ચંદુભાઈ વાડીયાનો જીતેન્દ્રભાઈ, હરિભાઈ ગઢવીનો પુષ્પાબેન વેલાણી, હિરેનભાઈ ગઢવીનો ખીમજીભાઈ, શિલ્પાબેન નાથાણીનો અરૂણાબેન, વર્ષાબેન કન્નડનો ભાવનાબેન, અરવિંદ ગોહિલનો છગર પટ્ટણી, વિનુભાઈ થાનકીનો પ્રવિણ વેલાણીના હસ્તે સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં તા.વિ.અ પી.કે.સ્વર્ણકાર, શાંતિલાલ પટેલ, ગોવિંદગર બાવાજી, નારાણ ગઢવી, પુનશી ગઢવી, માલતીબેન લાલન, કે.ટી.જાની(તા.પં), ડી.બી.વ્યાસ, શ્રી વાવડીયા, કુંવરજી માકાણી, ખુશાલ જોષી, દશરથસિંહ જાડેજા વગેરે બહોળી સંખ્યાં ગ્રામજનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કારગીલ યુદ્ધના સાક્ષી માજી સૈનિક અને ગ્રામ પંચાયતના તલાણી રાણશીભાઈ ગઢવીનું ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વિશિષ્ટ બહુમાન કરાયું હતુંં.
કાર્યક્રમનું સંચાલન રાઘવદાન ગઢવી અને આભારવિધિ ભુપેન્દ્રસિંહ જોષીએ કરી હતી.