દુનિયામાં સૌપ્રથમ કોરોનામુક્ત દેશ બન્યો ઇઝરાઇલ, હવે માસ્ક પહેરવું ફરજિયાત નહીં

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,ઈઝરાયલના હેલ્થ મિનિસ્ટર યુલી એડલ્ટીસ્ટીને જણાવ્યું કે રવિવારથી ઈઝરાયલવાસીઓએ માસ્ક પહેરવાની કોઈ જરુર નથી. તેઓ માસ્ક વગર બહાર ગમે ત્યાં હરી ફરી શકે છે. ઈઝરાયલના આઝાદીના દિવસના અવસરે એક સ્ટેટમેન્ટ જારી કરતા મંત્રીએ જણાવ્યું કે સરકારે લોકો પરના હેલ્થ નિયમો ઉઠાવી લીધા છે જે અનુસાર લોકોએ હવે માસ્ક નહીં પહેરવું પડે.દુનિયામાં ઈઝરાયલ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં સૌથી વધારે ૬૧ ટકા રસીકરણ કરાયું છે. ઈઝરાયલના ટોચના નિષ્ણાંતોએ જણાવ્યું કે ઈઝરાયલે હર્ડ ઈમ્યુનિટી મેળવી લીધી છે અને આગામી દિવસોમાં બીજા પણ પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવશે. સોમવારથી દેશમાં શાળાઓ પણ શરુ થઈ રહી છે. ટચૂકડા દેશ ઈઝરાયલે આ મોટી સિદ્ધી હાંસલ કરી છે. એક બાજુ ભારતમાં જ્યારે ફક્ત ૭ ટકા જ રસીકરણ થઈ શક્યું છે ત્યારે નાના દેશ ઈઝરાઈલે કેટલી મોટી સિદ્ધી મેળવી છે તે સ્પસ્ટ જોઈ શકાય છે. ઈઝરાયલમાં કોરોના મહામારી પૂર્ણતાને આરે છે. ગુરુવારે અહીં કોરોનાના ફક્ત ૯૧ કેસ નોધાયા હતા. આખા ઈઝરાયલમાં કોરોનાને કારણે ફક્ત ૬૩૧૪ લોકોના જ મોત થયા છે. કુલ ૨૯૪૫ એક્ટિવ કેસ છે જેમાંથી ૨૦૯ દર્દીઓની હાલત ગંભીર છે.
દુનિયાભરમાં અનેક દેશોમાં રસીકરણનો કાર્યક્રમ શરુ થઈ ગયો છે. તેવામાં વિમાન મુસાફરી ફરી ચાલુ થઈ છે. જો તમે સંપૂર્ણ રસી લઈ ચૂક્યા છો તો સાવધાન રહો. સાથે વિમાનમાં ભોજન કરવું તમને ભારે પડી શકે છે. આવો સમજીએ કે આખરે કેવી રીતે સમગ્ર વેન્ટિલેશન, રસી અને ટેસ્ટ બાદ તમારે પ્લેનમાં જમવાનું સંકટ હોઈ શકે છે. હાલમાં જ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનને જાહેરાત કરી છે કે સમગ્ર રસી લઈ ચૂકેલા લોકો સુરક્ષાની સાથે પ્રવાસ કરી શકે છે. ત્યારે એરલાઈન્સ સેવાઓ એક વાર ફરી ખાણીપીણીની વ્યવસ્થા કરવાની તૈયારીમાં છે. તેમાં એક્સપર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સાન ફ્રાન્સિસ્કોમાં યુનિવર્સિટી ઓફ કેલિફોનિયામાં મેડિસિન વિભાગના પ્રમુખ રોબર્ટ વોર્ચર કહે છે કે જ્યારે પ્રવાસીઓ ખાવા માટે માસ્ક હટાવવાની પરવાનગી મળશે તો વિમાની મુસાફરી દરમિયાન તેમનો આકામ જતો રહેશે. જે પ્લેન હવાઈ રેસ્ટોરન્ટ બની જશે તો ફેલાવાની રીત પણ બદલાઈ જશે. જો કે સીડીસી તરફથી જારી કરવામાં આવેલી સ્ટડી જણાવે છે કે બંધ પ્લેનમાં માસ્ક વગર પ્રવાસીઓની સાથે હોવુ કોરોનાની ઝપેટમાં આવવાનું જોખમ વધારે છે. પછી તેનાથી કોઈ ફર્ક નથી પડતો કે પ્લેનમાં વેન્ટિલેશન સિસ્ટમ સારી છે.