દુધઈમાં શરાબ સાથે એક્ટિવા ચાલક ઝડપાયો

અંજાર : તાલુકાના દુધઈ પાસેથી એલસીબીની ટીમે એક શખ્સને રરપ૦ના શરાબ સાથે પકડી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મફતપરા વાસ જૂની દુધઈ રહેતા હાજી ઈબ્રાહીમ સમા (ઉ.વ. ૪૦)ને એલસીબીએ પકડી પાડ્યો હતો. એક્ટિવાની ડીકી ચેક કરતાં ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૩ તથા ૧૮૦ એમએલના કવાટરિયા નંગ ૧ર મળી રરપ૦નો જથ્થો મળી આવતાં પ૦ હાજરની એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી હેડ કોન્સટેબલ ભગીરથસિંહ જાડેજાએ દુધઈ પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.