દુધઈમાં લાખોના શરાબ પર ફરશે બુલડોઝર

વર્ષ ર૦૧૭-૧૮માં જુદા જુદા ત્રણ દારૂના કવોલીટી કેસોમાં ઝડપાયેલ ૪૩૦ બોટલો તથા પ૪૪૬ કવાટરીયા અને ૪૮૮ ટીન બીયરને દેવીસર ગામની સીમમાં લઈ જઈ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાશે નાશ

 

અંજાર : દુધઈ પોલીસ દ્વારા વર્ષ ર૦૧૭-૧૮માં ઝડપેલ ૭.૩૪ લાખના શરાબનો નાશ કરવા કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ દુધઈ પોલીસ મથકે જુદા જુદા ત્રણ ઈંગ્લિશ દારૂના કેસોમાં પકડાયેલ ૭પ૦ એમએલની શરાબની ૪૩૦ બોટલો કિંમત રૂા. ૧,પ૬,૧૦૦/- તથા ૧૮૦ એમએલના કવાટરીયા પ૪૪૬ કિંમત રૂા. પ,૪૪,૩૦૦/- તેમજ બીયરના ટીન નંગ ૪૮૮ કિંમત રૂા. ૩૩,૬૪૦/- એમ કુલ્લ રૂા. ૭,૩૪,૦૪૦/-ના મુદ્દામાલને દુધઈ પોલીસ સ્ટેશનના સહાયક ફોજદાર ચમનલાલ ઠક્કરે પીએસઆઈ સી. ડી. પટેલના માર્ગદર્શન હેઠળ નાશ કરવા માટે કોર્ટ પાસે પરવાનગી માગી હતી જે નાશ કરવાનો કોર્ટે હુકમ કરતા તમામ દારૂનો જથ્થો દેવીસર ગામની સીમમાં લઈ જવામાં આવશે અને જયાં અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી. એસ. વાઘેલા તથા પ્રાંત અધિકારી તેમજ નશાબંધી આબકારી વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં બુલડોઝર ફરાવી નાશ કરવામાં આવશે.