દુકાનમાં ચોરાઉ મોબાઈલ રાખનાર નાની રાયણના શખ્સની ધરપકડ

ભુજ : ભુજ એ ડિવિઝન પોલીસે ચોરીના મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીનો સ્ટાફ માંડવી તાલુકામાં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ગોવિંદભાઈ હરઘોરભાઈ ગઢવી (રહે. નાની રાયણ વાડી વિસ્તાર, માંડવી) ભીડચોકમાં આવેલી અમુલ મોબાઈલ શોપ નામની દુકાન ચલાવે છે જ્યારે ચોરી કે છળકપટથી મેળવેલા મોબાઈલ ફોન રાખી તેનું વેચાણ કરાતું હોવાની બાતમી મળતા એલસીબીએ તપાસ કરી મજકુરને તેની પાસે રહેલા મોબાઈલ ફોનના આધાર-પુરાવા માંગતા તે આપવામાં ગલ્લા-તલ્લા કર્યા હતા. પોલીસે તેની પાસે ર૦ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન કબ્જે કરી પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, આ મોબાઈલ ફોન એકાદ માસ પહેલા કોઈ ઈસમ વેંચવા આપી ગયો હતો, જેથી તેની ધરપકડ કરી આગળની તપાસ માંડવી પોલીસને સોંપાઈ હતી.