દીન તો બહાના હે-ર૦૧૯ નિશાના હે

દીલ્હીમાં કોંગ્રેસનું દીન બચાવો-બેટી બચાવો વિરોધ પ્રદર્શન : મોદી સરકારને મુસ્લીમ વિરોધી દેખાડવાની રણનીતી

 

નવી દિલ્હી : દેશમાં હાલમાં વિરોધ-પ્રદર્શનની રાજનીતી તેજ બનેલી હોય તેવો વર્તારો સામે આવવા પામી રહ્યો છે. હજુ તો કોંગ્રેસ અને ભાજપ દ્વારા સામસામે દેશવ્યાપી બંધ કર્યાના અહેવાલો સમ્યા નથી કે આજ રોજ દિલ્હી ખાતે કોંગ્રેસ ફરીથી દીન બચાવો-બેટી બચાવોના અભિયાનની સાથે એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામા આવી રહ્યુ છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ કોંગ્રેસ દ્વારા મોદી સરકારને મુસ્લીમ વિરોધી ચીતરવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે ત્યારે હકીકતમાં આ વિરોધનો એક બહાનુ જ હોય તેવી રીતે કોંગ્રેસ આવા વિષયોથી ર૦૧૯ના મિશનની તૈયારીને ઓપ આપી રહી હોવાનુ પણ મનાય છે.