દીનદયાળ પોર્ટમાં યુવાનને વીજશોક લાગતા મોત

(ક્રાઈમ પ્રતિનિધિ)ગાંધીધામ : કંડલા સ્થિત પંડિત દીનદયાળ પોર્ટમાં યુવાનને વીજશોક લાગતા મોત નિપજયું હતું. પોર્ટમાં ઈલેકટ્રીકનું કામ કરતા યુવાનને અકસ્માતે વીજશોક લાગ્યો હતો. જેના કારણે સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત આંબી ગયું હતું.કંડલા મરીન પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ સુમીત સથવારાએ આપેલી કેફીયતને ટાંકીને પોલીસે વિગતો આપતા કહ્યું કે, વિવેક ભીખાલાલ સથવારા (ઉ.વ.ર૦) (રહે. ગાંધીધામ) નામના યુવાનનો વીજશોક લાગતા મોત થયું હતું. હતભાગી દીનદયાળ પોર્ટ પર ઈલેકટ્રીકનું કામ કરતો હતો, તે દરમ્યાન અકસ્માતે વિદ્યુત આંચકો લાગતા સારવાર માટે ખસેડવા હાથ ધરાઈ હતી, પરંતુ હતભાગીએ દમ તોડયો હતો. બનાવને પગલે કંડલા મરીન પોલીસ મથકે અકસ્માત મોતનો બનાવ દર્જ થતા પીએસઆઈ એ. જી. સોલંકીએ આગળની તપાસ હાથ ધરી છે.