દિવાળી પર દિલ્હી-NCRમાં ફટાકડા ફોડવા તથા વેચાણ પર SCનો પ્રતિબંધ યથાવત

દિલ્હી : દિવાળી પર દિલ્હી-એનસીઆરમાં ફટાકડા ફોડવા પર અને ફટાકડાના વેચાણ પર પણ સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ યથાવત રાખ્યો છે. અગાઉ સુપ્રીમ કોર્ટે પ્રદુષણના કારણે દિલ્હી એનસીઆરમાં ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. જેને લઈને ફટાકડાના વેપારીઓએ રિવ્યુ પિટીશન કરી હતી. જેના પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા પોતાનો નિર્ણય યથાવત રાખ્યો છે. સાથે જ કોર્ટના આદેશને સાંપ્રદાયિક રંગ ન
આપવામાં આવે તેવી પણ  ટિપ્પણી કરી છે.