દિવાળીના મુખ્ય માર્ગો પર આડેધડ ફટાકડા ફોડતી બાઈક સવાર ટોળકી પકડાઈ

0
27

એ ડિવિજન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ૧૬ યુવકોને પકડી કાયદાનું ભાન કરાવ્યું

ભુજ : શહેરમાં દિવાળીના દિવસે મુખ્ય માર્ગો પર ચાલુ બાઈકે આડેધડ ફટાકડા ફોડી બાઈક સવાર યુવકોની ટોળકીએ ભારે હંગામો મચાવ્યો હોવાની વાત વાયુવેગે ફેલાઈ હતી. પશ્ચિમ કચ્છ એસપીએ એ ડિવિજન પોલીસને તાત્કાલીક આદેશ આપી સીસીટીવી ફૂટેજના આધારે બાઈક ચાલકોને શોધી કાયદાનું પાઠ ભણાવવા કહ્યું હતું, એ ડિવિજન પોલીસે નવ વાહનોમાં સવાર ૧૬ જણાને દબોચી લીધા હતા. ં
ભુજ શહેર એ ડિવિજન પોલીસ મથકે નોંધાયેલા ગુનાની તપાસ હાથ ધરી પીએસઆઈ કે. એ. જાડેજાએ તજવીજ હાથ ધરી શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ ફટાકડા ફોડી શહેરીજનોને હેરાનગતી કરનાર ટોળકીને પકડવા ચક્રો ગતીમાન કર્યા હતા. નેત્રમ સીસીટીવી ફૂટેજના આધારે નવ બાઈકમાં સવાર ૧૮ જણાને શોધી પાડવા માટે મહેનત કરી ૧૬ યુવકોને દબોચી લીધા હતા અને નવ બાઈક પણ કબજે કરી હતી. પોલીસે મોહમદ ફૈજ ઈબ્રાહીમ કુંભાર (રહે. અમન નગર ભુજ), મોહમદ અફતાજ અબ્દુલા કુંભાર (રહે. છત્રા ફળીયા ભુજ), જાસીર મોહમદ મંધરીયા (રહે. નાગોર રોડ ભુજ), રીઝવાન રસીદ ચાકી (રહે. ખાદીબાગ ભુજ), સવીલ કાસમભાઈ સમા (રહે. મહેદી કોલોની ભુજ), આફતાબ જુસબ કુંભાર (રહે. ભીડગેટ બહાર), અફાન અબ્દ્રેમાન કુંભાર (ખત્રી કોલોની ભુજ), વસીમ અબ્દ્રેમાન કુંભાર (રહે. સીતારા ચોક ભુજ), ઈરફાન રજાક લુહાર (રહે. ખત્રી કોલોની ભુજ), રજાક ઉમર કુંભાર (રહે. ખત્રી કોલોની ભુજ), શહેબાજ સકુરભાઈ લુહાર (રહે. ખત્રી કોલોની ભુજ), ધ્રુવરાજસિંહ વનરાજસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ વનરાજસિંહ જાડેજા (રહે. નવી રાવલવાડી ભુજ), રોહન અશોકભાઈ જાેષી (રહે. કૈલાશનગરભુજ), સિદ્ધાર્થ ધિરેનભાઈ રાઠોડ (રહે. હરસિદ્ધીનગર ભુજ) અને પ્રતિક રાજેન્દ્રભાઈ જાેષી (રહે. ગુ.હા.બોર્ડ સોસાયટી)વાળાને નવ વાહનો સાથે દબોચી લીધા હતા, તો અકરમ અબ્દ્રેમાન કુંભાર અને અવેશ ઉમર કુંભાર (રહે. બંને ખત્રી કોલોની)વાળા હાજર મળી આવ્યા ન હતા.