દિલ્હી હાઇકોર્ટનો ડિજિટલ મિડિયાના સંબંધમાં નવા આઇટી નિયમો હટાવવાની સ્પષ્ટ ઇન્કાર

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,દિલ્હી હાઇકોર્ટે સોમવારે ડિજિટલ મીડિયાના સંબંધમાં નવા ૈં્‌ના નિયમો હટાવવાની સ્પષ્ટ રીતે ના પાડી દીધી છે. આ મામલે આવેલ યાચિકા પર સુનાવણી કરતાં હાઈકોર્ટે કહ્યું છે કે પ્રતિબંધો માટે આપેલ આદેશને હવે અટકાવી શકાય નહીં. કારણકે જે લોકોએ અરજી કરે છે અને સાથે જે કારણો આપ્યા છે તે પ્રતિબંધો હટાવવા માટે સહમત નથી થતાં.મૂળ વાત એમ છે કે કેટલાક સ્વતંત્ર પત્રકરો દ્વારા અને તેમના દ્વારા શરૂ કરવામાં આવેલ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારાIntermediary Guidelines and Digital Media Ethics Code Rules, 2021 એટલે કે IT ના નિયમો પર લાગેલા પ્રતિબંધો હટાવી લેવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સરકારે ડિજિટલ પ્લેટફોર્મ પર લાગેલા આ નિયમોને કારણે તેમના પર ઘણી પ્રકારની રોક લગાડવામાં આવી છે અને જો આ નિયમનું પાલન કરવામાં નથી આવતું તો કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટિસ આપવામાં આવી રહી છે.આ અરજી પર સુનાવણી કરતાં દિલ્હી હાઇકોર્ટના જજ સી. હરિશંકર અને સુબ્રમણ્યમ પ્રસાદ દ્વારા કહેવામાં આવ્યું કે આ નિયમો દ્વારા અધિસૂચનો લાગુ કરી શકાય છે, પણ કોઈ રોક લગાડવામાં નહીં આવે. અમે લોકો તમારી આ અરજીથી સહમત નથી. વધુમાં કોર્ટે કહ્યું કે આ અરજીના આધારે એક નવો આદેશ બહાર પડી શકીએ કે પછી રોસ્ટર બેન્ચને ફરીથી અધિસૂચિત કરવાનું કહી શકીએ છીએ. આ નવા ૈં્‌ નિયમમાં એ વાત કહેવામાં આવી છે કે ડિજિટલ ન્યૂઝ મીડિયા અને સોશિયલ મીડિયા અને સ્ટ્રીમિંગ કંપનીઓએ વિવાદાસ્પદ સામગ્રીને હટાવી લેવા માટે અને ફરિયાદનું નિવારણ કરવા માટે બીજા અધિકારીઓ નિયુકત કરવા અને જરૂર પડે ત્યારે તે અધિકારીઓ દ્વારા મદદ કરવી. જે પણ લોકો આ નિયમનું પાલન નહીં કરે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.