દિલ્હી સીએચ ગેરવર્ણણુક કાંડ : આપના એમએલએની ધરપકડ

નવી દિલ્હી : દિલ્હી સરકારના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે થયેલી મારપીટ મામલે દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જારવાલની ધરપકડ કરી છે. અંશુ પ્રકાશે નોંધાવેલી ફરિયાદ બાદ પ્રકાશ જારવાલની ધરપકડ કરવામાં આવી છે.પ્રકાશ જારવાલની ધરપકડ બાદ આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના નિવાસ સ્થાન બહાર પોલીસને તૈનાત કરવામાં આવી હતી. અંશુ પ્રકાશે દાખલ કરેલી ફરિયાદમાં બીજુ નામ અમાનતુલ્લાનું લેવામાં આવ્યુ છે. જેમની મુખ્ય આરોપી તરીકે ઓળખ આપવામાં આવી છે.