દિલ્હી ડીઆરઆઈનો ગાંધીધામમાં તપાસનો ધમધમાટ

ગાંધીધામ : મુંદરાના અદાણી પોર્ટ ઉપર દિલ્હીની ડી.આર.આઈ.ની ટીમે ૮થી ૧૦ કન્ટેનર અટકાવી તપાસ હાથ ધરતાં ભારે ચકચાર પ્રસરી હતી. આ અંગે ગાંધીધામ જી.આઈ.ડી.સી.ની બે કંપનીમાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે. આ પ્રકરણમાં એન્ટિ ડમ્પિંગ ડયૂટીનું કૌભાંડ હોવાની વાત પ્રકાશમાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ડી.આર.આઈ.ની ટીમે અદાણી પોર્ટમાં ક્ધટેનરો અટકાવ્યા બાદ ગાંધીધામના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી નવદુર્ગા એન્જિનીયરિંગ અને શ્લોક નામની કંપનીમાં તપાસ હાથ ધરી છે. દિલ્હી ડી.આર.આઈ.ની આ કાર્યવાહીનાં પગલે અનેક આયાતકારોમાં ફફડાટની લાગણી ફેલાઈ હતી. ત્યારે હવે આગામી સમયમાં આ પ્રકરણમાં કેવા પ્રકારના અને કેટલા કૌભાંડ બહાર આવે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.
દિલ્હી ડીઆરઆઇની ટીમ ત્રાટકતા મુંદ્રા-ગાંધીધામ-ભૂજના કેટલાક મોટાભાગના ઉદ્યોગકારો ભૂગર્ભમાં ઉતરી ગાય હતા ગાંધીધામની બે કંપનીમાં તપાસ બાદ ક્યાંક તેનું પગેરૂ તેની સાથે પણ ખૂલશે કે કેમ? તેમ સમજી કેટલીક કંપનીના લાગતા વળગતા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.