દિલ્હીમાં નકલી સરકારી વેબસાઇટ બનાવી ૭૦ લાખની છેંતરપીડી કરનારની ધરપકડ

(એ.આર.એલ),નવીદિલ્હી,દિલ્હી પોલીસની સાઇબલ સેલે રોડ ટ્રાંસપોર્ટ ઓફિસના નામ પર નકલી વેબસાઇટ બનાવી લોકોની સાથે છેંતરપીડી કરનાર એક વ્યક્તિ કપિલ ત્યાગીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ સરકારી વેબસાઇટથી મળતી આવતી વેબસાઇટ બનાવી હતી અને આ અલગ અલગ સર્વિસેસના ત્રણ હજાર રૂપિયા સુધી ચાર્જ કરતો હતો લોકોને તેની વેબસાઇટ અસસલી જનરે પડતી હતી અને તેની વેબસાઇટ પર પેમેંટ કરી દેતા હતાં અને તે પૈસા અલગ અલગ વોલેટથી તેના એકાઉન્ટમાં પહોંચી જતા હતાં. પુછપરછમાં ખુલાસો થયો છે કે કપિલ ત્યાગીએ અત્યાર સુધી ૩૩૦૦ લોકો સાથે લગભગ ૭૦ લાખ રૂપિયાની છેંતરપીડી કરી છે.કપિલ પહેલા એક ફેક કોલ સેંટરમાં કામ કરતો હતો અને અહીંથી જ તેના મગજમાં આઇડિયા આવ્યો કે સરકારી વેબસાઇટ બનાવી લોકોની સાથે છેંતરપીડી કરી શકાય છે અને બાદમાં તેણે અસલી નજરે આવતી ફેક વેબસાઇટ બનાવી અને લોકોને છેંતરવાનું શરૂ કર્યું હતું.જો કે રોડ ટ્રાંસપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલય તરફથી દિલ્હી પોલીસની સાઇબલ સેલમાં એક ફરિયાદ મળી હતી આથી દિલ્હી પોલીસની ટીમે ડિઝિટલ ફુટપ્રિંટ અને પેમેંટ ટ્રેલ દ્વારા આરોપીની બાબતમાં માહિતી લગાવી અને તેની ધરપકડ કરી હતી. તેની પાસેથી ૧૫ સિમ કાર્ડ,ચાર મોબાઇલ ફોન,ત્રણ લેપટોપ બે પેન ડ્રાઇવ બે હાર્ડ ડ્રાઇવ ૧૫ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અને અલગ અલગ બેંકના એકાઉન્ટમાં ૮ લાખ ૩૪ હજજાર કબજે કર્યા છે. પોલીસે તેને પૈસા હાલમાં સીજ કરી દીધા છે.