દિલ્હીમાં આતંકી હુમલાનો ખતરો

0

ભારતીય રાષ્ટ્રીય પર્વ ૧૫ ઓગસ્ટે આતંકવાદી ત્રાટકવાની આશંકા, ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ૧૫ ઓગસ્ટના રોજ આતંકવાદી હુમલાના ખતરા અંગે ઇનપુટ્‌સ પ્રાપ્ત થયા છે. આ જોતાં દિલ્હી પોલીસ કમિશનરે સુરક્ષા સંબંધિત માર્ગદર્શિકા બહાર પાડી છે. આ અંતર્ગત ૩૧ જુલાઇથી ૧૫ ઓગસ્ટ સુધી દિલ્હીમાં ડ્રોન ઉડાન પર સખત પ્રતિબંધ રહેશે.દિલ્હી ગાઇડલાઇન્સ જારી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે ડ્રોનની સાથે પેરા ગ્લાઈડર, માઇક્રોલાઇટ વિમાન પર પ્રતિબંધ મૂકવામાં આવશે. નિયમોનો ભંગ કરવો તે દિલ્હીની કલમ ૧૪૪ નું ઉલ્લંઘન માનવામાં આવશે. દિલ્હી જિલ્લાના તમામ જિલ્લા ડીસીપી અને બાકીના યુનિટને સૂચના આપવામાં આવી છે, અને એવું કહેવામાં આવ્યું છે કે ૧૫ ઓગસ્ટ સુધી જિલ્લામાં કોઈ ડ્રોન ન ઉડાડવા જોઈએ.તમામ પોલીસ એકમોને આતંકવાદના ભય અંગે જાગ્રત રહેવા જણાવ્યું છે. પોલીસ હુકમ મુજબ, જાણ કરવામાં આવી છે કે કેટલાક ગુનાહિત, અસામાજિક તત્વો અથવા આતંકવાદીઓ પેરા-ગ્લાઈડર, પેરા-મોટર્સ જેવા હવાઈ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ભારત સાથે અસંગત છે અને સામાન્ય લોકો, મહાનુભાવો અને મહત્વપૂર્ણ સ્થાપનોની સુરક્ષા માટે ખતરો ઉભો કરી શકે છે.ઇનપુટ્‌સમાં હેંગ-ગ્લાઇડર્સ, યુએવી, યુએએસ, માઇક્રોલાઇટ વિમાન, રિમોટ સંચાલિત વિમાન, ગરમ હવાનો બલૂન, નાના કદના સંચાલિત વિમાન, ક્વાડકોપ્ટર અથવા તો વિમાનથી પેરા-જમ્પિંગ વગેરેનો સમાવેશ થાય છે. આથી દિલ્હી પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવે ફ્લાઈંગ ડ્રોન પર કડક નિષેધના આદેશો જારી કર્યા છે.દિલ્હી પોલીસના આદેશમાં જણાવાયું છે કે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ૨૦૨૦ ના પ્રસંગે દિલ્હીમાં ડ્રોન ઉડાડવું એ ભારતીય સંહિતાની કલમ ૧૮૮ હેઠળ દંડ ને પાત્ર થશે.