દિલ્હીની સેંટ સ્ટીફન કોલેજના ૧૩ વિદ્યાર્થી અને બે કર્મચારી કોરોના પોઝિટિવ

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,રાજધાની દિલ્હીના સેંટ સ્ટીફન કોલેજના ૧૩ વિદ્યાર્થીઓ સહિત બે કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે સેંટ સ્ટીફન કોલેજના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. અને આ વિદ્યાર્થીઓ થોડા સમય પહેલા હિમાચલના ડેલહાઉસીમાં ફરવા પણ ગયા હતા. અને ત્યાંથી પાછા દિલ્હી આવ્યા પછી એક સાથે ૧૩ વિદ્યાર્થીઓમાં કોરોના જોવા મળ્યો છે.એક સાથે ૧૩ વિદ્યાર્થીઓ અને બે કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે દેશ ભરમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે.રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો ગત ૪ ડિસેમ્બર પછી સૌથી વધારે કેસ શુક્રવારે સામે આવ્યા છે. ૪ ડિસેમ્બરના રોજ ૪૦૬૭ નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે ૧૨ જાન્યુઆરીએ એકજ દિવસમાં સૌથી વધારે લોકોના મોત થયા હતા.