દિલ્હીના ચીફ સેક્રેટરીને માર મારવાના કેસમાં અરવિંદ કેજરીવાલને વધુ એક ફટકો

નવી દિલ્હી : દિલ્હીના મુખ્ય સચિવને માર મારવાના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક ફટકો પડ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સલાહકાર વીકે જૈને આજે રાજીનામું આપી દીધું છે. જૈને દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જૈને કહ્યું હતું.