દિલ્હીનાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ કોરોના પોઝિટિવ

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન દિલ્હીનાં લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ કોરોના પોઝિટિવ હોવાના અહેવાલ છે. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે આ માહિતી ટ્‌વીટ કરી હતી. અનિલ બૈજલે લખ્યું- મને હળવા લક્ષણોની સાથે કોવિડ માટે પોઝિટિવ ટેસ્ટ કર્યું છે. લક્ષણોની શરૂઆતથી, મેં પોતાને અલગ કરી દીધા છે અને જે લોકો મારા સંપર્કમાં હતા તેઓએ તેમનો ટેસ્ટ કરાવવો જોઈએ. તેઓ તેમના નિવાસસ્થાનથી દિલ્હીમાં કામ કરવાનું ચાલુ રાખશે.દિલ્હીમાં કોરોનાનાં કારણે થતાં મૃત્યુમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે દિલ્હી સરકારે કહ્યું કે, છેલ્લા ૨૪ કલાક દરમિયાન દિલ્હીમાં કોરોનાને કારણે ૩૯૫ લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાને કારણે થયેલા મોતનો આ એક નવો રેકોર્ડબ્રેક આંક છે. દિલ્હીમાં આ પહેલા આટલી મોટી સંખ્યામાં કોરોના દર્દીઓનાં મોત થયા નથી. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ કહે છે કે હવે પહેલાની જેમ દિલ્હીમાં ડરનું વાતાવરણ નથી. જો કે, મુખ્યમંત્રીશ્રીએ આપેલી આ ખાતરી છતાં પણ મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ મરી રહ્યા છે. દિલ્હીમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૫,૭૭૨ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે. દિલ્હીમાં હાલમાં ૯૭,૯૭૭ એક્ટિવ કોરોનાનાં દર્દીઓ છે. તેમાંથી, ૫૩,૪૪૦ કોરોના દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. બાકીનાં કોરોના દર્દીઓને અલગ-અલગ ખાનગી હોસ્પિટલો ઉપરાંત કોરોના સુવિધા કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં લાગુ લોકડાઉન હોવા છતાં, કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.