દિલ્હીથી ગોવા જતી રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, બધા જ મુસાફરો સલામત

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,આજે સવારે દિલ્હી-ગોવા રાજધાની ટ્રેનથી મોટો અકસ્માત ટળી ગયો હતો. દિલ્હીના હઝરત નિઝામુદ્દીનથી ગોવાના માર્ગાઓ જઈ રહેલી રાજધાની એક્સપ્રેસ શનિવારે સવારે રત્નાગિરી નજીક કરબુડે ટનલમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાની થઈ નથી. ટ્રેન પાટા પરથી ઉતરી તે સ્થળ મુંબઈથી ૩૨૫ કિમી દૂર છે.આપને જણાવી દઈએ કે, શનિવારે સવારે ૪.૧૫ વાગ્યે આ ઘટના કોંકણ રેલ્વે લાઈન પર બની હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, કરબુડે ટનલમાં રાજધાની એક્સપ્રેસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. કોંકણ રેલ્વેને બાતમી મળતાં જ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનાના કારણોસર કોંકણ રેલવે લાઇન પર ટ્રેનોના અવગમનને રોકી દેવામાં આવ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. કોંકણ રેલ્વેની ટીમ ઘટના સ્થળે પહોંચી રહી છે અને ટ્રેકને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.dઅધિકારીએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાની થઈ નથી. ટ્રેન પાટા પરથી ઉતરી તે સ્થળ મુંબઈથી ૩૨૫ કિમી દૂર છે. આ અકસ્માતને કારણે કોંકણ રેલ્વે માર્ગ ખોરવાઈ ગયો છે, જેના આધારે રેલવે સેવાને પુનર્સ્થાપિત કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.