દિપોત્સવીના તહેવારો દરમ્યાન કચ્છમાં પર્યટકોનો મહેમાણ ઉમટ્યો

0
31

પવિત્ર તીર્થસ્થાન નારાયણસરોવર, માતાનામઢ, કોટેશ્વર, રવેચીધામ, ભુજ સ્વામિનારાયણ મંદિરે ભાવિકોની ભીડ: ધોળાવીરા, માંડવી બીચ સહિતના પર્યટન સ્થળો પર મેળા સમાન માહોલ : ભુજ સહિત કચ્છભરની હોટલ – ગેસ્ટ હાઉસમાં લાગ્યા હાઉસફૂલના બોર્ડ : સપરમા દિવસોમાં બજારમાં ધૂમ ઘરાકી : હસ્તકળાની ચીજાેથી દેશ – વિદેશના પર્યટકો અભિભૂત

ભુજ : દિવાળીના તહેવારો દરમ્યાન કચ્છના પર્યટન સ્થળો પર પર્યટકોનો મહેરામણ ઉમટ્યો હતો. ધનતેરસથી શરૂ થતાં પંચપર્વ દરમ્યાન કચ્છના વિવિધ ઐતિહાસિક, ધાર્મિક અને ભૌગોકિ મહત્વ ધરાવતા પર્યટન સ્થાનો પર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા.
ભુજના સ્વામિનારાયણ મંદિર, મ્યુઝીયમ, નવનિર્મિત સ્મૃતિવન, આયાના મહેલ, હિલગાર્ડન સહિતના સ્થળો પર ભારે ભીડ જાેવા મળી હતી. કચ્છના પ્રસિદ્ધ તીર્થસ્થાન નારાયણસોરવ, માતાનામઢ, અંબેધામ ગોધરા, રવેચીધામ, કબરાઉ મોગલધામ વગેરે ધાર્મિક સ્થળો પર મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. અને નૂતનવર્ષ પ્રસંગેે દેવ દર્શનનો લાભ લઈ વિક્રમ સંવંતના નવાવર્ષનો પ્રારંભ કર્યો હતો. ધોળાવીરા, ધોરડો, માંડવી દરિયા કિનારે માનવ મહેરામણ ઉમટ્યો હતો.
જિલ્લા મથક ભુજ ઉપરાંત અંજાર, ગાંધીધામ, માંડવી, નખત્રાણા વગેરે શહેરોમાં હોટલો અને ગેસ્ટ હાઉસમાં હાઉસફૂલના બોર્ડ લાગ્યા હતા. બહોળી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતાં ખાનગી મુસાફર વાહનો, ટેક્ષીના ધંધાર્થીઓને ખાસ્સો લાભ થયો હતો. દિવાળી અને પડતર દિવસે ભુજ સહિતની બજારોમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ખાસ કરીને હસ્તકળાની ચીજાે, બાંધણીના વસ્ત્રો, અજરખની ચીજવસ્તુઓ, કચ્છીશાલ, બંડી વગેરે ખરીદી કરી હતી. કચ્છમાં ખાણીપીણીના ધંધાર્થીઓ અને રેસ્ટોરન્ટમાં પણ ભારે ભીડ જાેવા મળી હતી. દિવાળી પંચપર્વ બાદ પણ આગામી રવિવાર સુધી પ્રવાસીઓનો ધસારો અવિરત રહેશે તેવું હોટલ – ગેસ્ટહાઉસના સંચાલકોએ જણાવ્યું હતું. મોટાભાગના ગેસ્ટહાઉસોમાં ઓનલાઈન બુકિંગથી તમામ રૂમો બુક થઈ ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતાં પર્યટન સ્થળો પર મેળા સમાન માહોલ જાેવા મળ્યો હતો.