દિકરીઓનો ચિત્કાર : શું અમને નથી જીવવાનો અધિકાર? કચ્છથી કેન્દ્ર સુધી ભાજપની દિગ્ગજ મહીલાઓનું મૌન ફિટકારજનક

કંપાવી નાખતી શરમજનક ઘટનામાં પણ વોટબેંકની રાજનીતી ટીકાપાત્ર

કચ્છમાં પ૦ ટકા વિધાનસભા વિસ્તારમાં મહીલા શકિત કરી રહી છે પ્રતિનીધિત્વ..? કેન્ડલ માર્ચ-રોષ-વિરોધ પ્રદર્શનમાં કેટલી મહીલા રાજકીય આગેવાન ખુલ્લીને આવી બહાર? : પ્રબુદ્ધવર્ગની ટકોર

માત્ર વોટબંધીની રાજનીતી-રાજકીય માઈલેજના લાભાલાભ પુરતા જ મુદાઓ ઉઠાવવાનો ત્યજો : રાજકીય જાટી માટીમાં ન વીસરી જાવ…કે તમે પણ છો એક મહીલા..! માસુમ કુમળી દીકરીની વેદનાને સમજો..સાંભળો..વાચા અપવો.

કઠુઆ-ઉન્નાવ-સુરત-રાજકોટ-જામનગર રેપકાંડ મુદે ભાજપની બેબાક-બોલકી તેજાબી મહીલા નેતાઓની ચૂપકીદી ચિંતાજનક : વોટબેંકની રાજનીતી ભુલી માસુમ બાળકીઓની સાથે થયેલી અમાનવીય-ક્રુર ઘટનાઓ બાબતે બહાર આવો-
ખુલ્લા મને બોલો-દોષીતોને બોધપાઠ રૂપ સજા અપાવો

 

ગાંધીધામ : જમ્મુ કાશ્મીરમાં કઠુઆમાં આઠ વર્ષીય આશીફા સાથે દુષ્કર્મ મર્ડર અને ઉત્તરપ્રદેશના ઉન્નાવની ગેંગરેપ ઘટનાને લઈ દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે. કંપાવી નાખે તેવી આ શરમજનક ઘટનાઓને લઈ કચ્છથી લઈ અને અમદાવાદ સહિત ઠેર ઠેર રાજયભરમાં વિરોધ રેલીઓ અને કેન્ડલ માર્ચ યોજવામા આવી હતી. દુષ્કર્મની ઘટના સામે રાજયભરમાં યોજાયેલી કેન્ડલ માર્ચની સાથે કચ્છમં પણ અંજારમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજી અને આ ઘટનાની સામે રોષ પ્રગટ કરવામા આવ્યો છે. અને આઠ-આઠ વરસની માસુમ બાળકીની સાથે બેરહેમીપૂર્વક દુષ્કર્મ આચરવામા આવે અને તેની હત્યા નિપજાવી દેવામા આવે તો આ દીકરીઓના આત્મા પણ ચિત્કાર સાથે પોકારવાના છે કે અમારો શું વાંક? અમને જીવવાનો શું નથી અધિકાર?
અહી જે સવાલ ઉઠી રહ્યો છે તે તો ખાસ કરીને આજે તળીયે જતા રાજકારણ અને જાહેરજીવનના પ્રતિનિધીઓને લઈને ઉઠી રહ્યો છે. લોકોમાં આવી ઘટનાઓના થોકબંધ ઘટનાક્રમોની સામે રોષ પ્રગટયો છે અને લોકો કહી રહ્યા છે કે, સરકાર કાંઈ નહી કરે, હવે જે કરવાનુ છે તે લોકોએ જ કરવુ પડશે. કઠુઆ-ઉન્નાવ-સુરત-રાજકોટ-જામનગર રેપકાંડ મુદે ભાજપની બેબાક-બોલકી તેજાબી મહીલા નેતાઓની ચૂપકીદી ચિંતાજનક જ કહી શકાય તેમ છે. જરા યાદ તો કરો કે વિરોધ પક્ષમાં ભાજપ હતુ ત્યારે ભાજપની પ્રવકતા મીનાક્ષી લેખી, સુષ્મા સ્વરાજ, સ્મૃતી ઈરાની, સહિતનાઓ કેવા કેવા તેજાબી વાગ્બાણો અન્યો પણ ઉઠાવતા હતા. અને હવે જયારે ભાજપના જ ધારાસભ્યો અને સરકારની મીલીભગતવાળા રાજયોમાં ઘટનાઓ બની તો આ બધી મહીલાઓને સાપ શુંગી ગયો કે શું? વોટબેંકની રાજનીતી ભુલી માસુમ બાળકીઓની સાથે થયેલી અમાનવીય-ક્રુર ઘટનાઓ બાબતે બહાર આવો-ખુલ્લા મને બોલો-દોષીતોને બોધપાઠ રૂપ સજા અપાવો તેજ સમયનો તકાજો છે. આવી ઘટનાઓ અને સમય રાજકારણ કરવાનો નથી. માત્ર વોટબંધીની રાજનીતી-રાજકીય માઈલેજના લાભાલાભ પુરતા જ મુદાઓ ઉઠાવવાનો ત્યજો .રાજકીય જાડી માટીમાં ન વીસરી જાવ…કે, તમે પણ છો એક મહીલા..! માસુમ કુમળી દીકરીની વેદનાને સમજો..સાંભળો..વાચા અપાવો. નોધનીય છે કે, કચ્છમાં પણ વર્તમાન સમયે ધારાસભ્યોની જ વાત કરીએ તો પ૦ ટકા મતક્ષેત્રમાં મહીલા ધારાસભ્યો પ્રતિનીધિત્વ કરી રહ્યા છે. આ ઉપરાંત અધિકારીગણથી લઈ અને પદાધિકારીઓમાં પણ મહીલાઓનો ડંકો છે પરંતુ જાહેરજીવનમાં હોવા ઉપરાંત અત્યાર સુધી આવી ઘટનાઓને વખોડવાની દીશામાં યોજાયેલા કાર્યક્રમોમાં કેટકેટલી મહીલા આગેવાનો ખુલ્લીને બહારઆવી છે? માત્ર રાજકીય રોટલા શેકવાનો આ સમય નથી. દીકરીઓની સાથે થયેલી આવી ઘટનાઓ કાલે કચ્છમાં નહી બને તેની શું ખાત્રી? ભુતકાળમાં પણ કચ્છમાં દુષ્કર્મના કેસો સામે આવી જ ચૂકયા છે ત્યારે રાજકારણને અતિ તળીયે જતુ અટકાવીએ અને મહીલા ગૌરવ-સન્માનની લાગણીને વધુ જીવંત સુરક્ષીત બનાવવાની દીશામાં સક્રીય બનીએ તે જ સમયની માંગ બની રહી છે.