દાહોદમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિન ચાલુ ન કરાતા યુવાનોમાં રોષ

(જી.એન.એસ)દાહોદ,દાહોદ જીલ્લામાં કોરાના સંક્ર્‌મણના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. કેસમાં વધારો થવાની સાથો સાથ મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. સરકાર દ્વારા ૪૫ +માટે વેક્સિન ની જાહેરાત બાદ ૧ મે થી ૧૮+ ને વેક્સિન આપવાની જાહેરાત કરાઈ હતી. આ બાદ યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો રાજય સરકાર દ્વારા ૧૮ + ની જાહેરાત બાદ યુવકો એ રજીસ્ટ્રેશન પણ કરાવી દેવામા આવ્યા છે. પરંતુ દાહોદ જીલ્લા ટ્રાયબલ જીલ્લો હોવા છતાંય સરકાર દ્વારા યુવકો ને વેક્સિન માટે સમાવેશ ન કરાતા હાલ યુવાનોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે. આ સાથે જ જલ્દી વેક્સિનેશન શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.દાહોદ જીલ્લામાં રોજે રોજ પોઝીટીવ કેસોનો આંક ૩ ડીઝીટમાં આવે છે તેમજ મૃત્યુનો દર પણ રોજ નો ૨૦ થી વધુ નો છે ત્યારે સત્વરે ૧૮+ માટે વેક્સિનેશન શરુ કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.રાજ્યમાં ૯ મે ના રોજ કોરોનાના નવા ૧૧,૦૮૪ કેસો નોંધાયા છે અને છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૧૨૧ કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૬,૮૦,૪૧૨ થઇ છે અને મૃત્યુઆંક ૮૩૯૪ થયો છે.રાજ્યમાં ૯ મે ના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ ૧૪,૭૭૦ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૩૩,૦૦૪ લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને ૭૮.૨૭ ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને ૧,૩૯,૬૧૪ થયા છે, જેમાં ૭૮૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે ૧,૩૮,૮૨૮ દર્દીઓની સારવાર ચાલી રહી છે.અત્યાર સુધીમાં કુલ ૧,૦૩,૨૭,૫૫૬ વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને ૩૨,૧૪,૦૭૯ વ્યકિતઓના બીજા ડોઝનું ૨સીક૨ણ પુર્ણ થયું. આમ કુલ ૧,૩૫,૪૧,૬૩૫ ૨સીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે ૧૮ થી ૪૪ વર્ષ સુધીના ૧૩,૫૩૭ વ્યક્તિઓને પ્રથમ ડોઝનું ૨સીકરણ કરવામાં આવ્યું તેમજ ૬૦ વર્ષથી વધુ વયના અને ૪૫ થી ૬૦ વર્ષના કુલ ૨૪,૮૮૬ વ્યકિતઓનું પ્રથમ ડોઝ અને ૯૧,૨૧૫ વ્યક્તિઓને બીજા ડોઝનું ૨સીકરણ કરાયુ. અત્યા૨ સુધીમાં રાજયમાં એક પણ વ્યકિતને આ ૨સીના કારણે ગંભીર આડઅસ૨ જોવા મળેલ નથી.