દારૂ મુદ્દે માત્ર પોલીસ પર માછલા ધોવા કેટલા યોગ્ય? : જિલ્લાના તથા કથિત જનતાના હમદર્દોને ટકોર

દારૂની તવાઈ બોલાવાય અથવા તો મોટો કેસ નોંધાય કે કેટલાક બની બેઠેલા જનતા રેડના નામે ઝંડાઓ ઉપાડીને યેન કેન પ્રકારેણ પોલીસની ટીકાટીપ્પણીઓ કરી પોતાના રોટલા શેકી લેવાની આદરતા હોય છે હરકત..? આવું જ શા માટે?

પોલીસને માત્ર અને માત્ર ટાર્ગેટ બનાવવા ઉપરાંત કદાપિ ખુદ પોતે આગેવાન હોય તો સમાજની મીટીંગ બોલાવી અને બુટલેગર-દારૂના ધંધાર્થીને સમાજ-નાતથી અળગા કરવા સહિતની કયારે કરી દેખાડી છે લાલઆંખ ભરી કાર્યવાહી?

સંકલનની બેઠકો હોય ત્યારે આવા તકસાધુઓ દારૂના અડ્ડા બંધ કરવાની કરતા હોય છે રજૂઆત : પરંતુ આડકતરી રીતે ‘હપ્તા’ લેવા જ સેવાનું નાટક કરી પોલીસને ભાંડતા હોય છે…!

કેટલાક કિસ્સાઓમાં તો અમુક રજુઆત કરનારાઓ જ હોય છે દારૂના હપ્તા પીનારા..? : સમાજ ખુદ જાગે તે જરૂરી

 

ગાંધીધામ : અમદાવાદના સોલા વિસ્તારમાં કથિત લઠ્ઠાકાંડ સર્જાયાની સ્થીતીના પગલે રાજયભરમાં કાગરોળ મચી જવા પામી ગઈ છે અને પોલીસ દ્વારા પણ કડકાઈ દાખવાઈ અને દારૂના ધંધાર્થીઓ પર દરોડાઓનો દોર હાથ ધરી દીધી છે ત્યારે હવે કચ્છમાં પણ જાણે કે દેર સે આયે દુરસ્ત આયેની જેમ પોલીસે દરોડા પાડી લીધા બાદ જનતાના હમદર્દો જાગ્યા હોય તેવી રીતે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે અને જો નહી થાય તો વિવિધ ચીમીકીઓ પણ દર્શાવી અને પોલીસ પર જાણે કે ઓણ વર્તાવી રહ્યા હોય તેવો તાલ પ્રબુદ્વવર્ગ જોઈ રહયો છે. હકીકતમાં આવા સમયે શહેરના જાણકારવર્ગમાથી સવાલો થઈ રહ્યા છે કે આવી ઘટનાઓમાં માત્ર અને માત્ર પોલીસ પર માછલા ધોવાથી શું થશે? દારૂના અડ્ડાઓ બંધ થઈ જશે ખરા? સમાજના નામે પોલસને કાર્યવાહી કરવાનો પડકાર ફેંકનારાઓ જો ખુદ સમાજના આગેવાનો હોય તો તેમના જ સમાજ કે સમુદાયમાં તો આવા સડ્ડા તો કયાંક ઘર નથી કરી ગયો ને? તે પણ કેમ ન ચકાસવુ જોઈએ? પોલીસને માત્ર અને માત્ર નિશાન-તાર્ગેટ બનાવવા ઉપરાંત કદાપિ ખુદ પોતે આગેવાન હોય તો તેમના સમાજની મીટીંગ બોલાવી અને બુટલેગર-દારૂના ધંધાર્થીને સમાજ-નાતથી દુર કરવા સહિતની કયારે કરી દેખાડી છે લાલઆંખ ભરી કાર્યવાહી? ખુદના સમાજ-સમુદાયમાં તો ચકાણસીઓ કરો કે કોઈ બુટલેગરો નથી પાકયાને..? જો હોય તો તેની સામે સમાજના આગેવાન તરીકે પહેલા કાર્યવાહી કરો પછી પોલીસની સામે આંગળી ચીંધવા નીકળી પડજો તેવી ટકોર પણ પ્રબુદ્ધવર્ગમાથી થવા પામી રહી છે. જે-તે સમાજના નેતા બની અને અજાણ-નીદોર્ષ સમાજના લોકોના નામે ચરી ખાઈ..જનતા રેડના નામે ફોટાઓ પડાવી-સસ્તી પ્રસિદ્ધી મેળવી અને પોલીસ પર પ્રેસર ટેકનીકલના કીમીયા તો નથી ને કયાંક? જનેતાના બની બેઠેલા અને એકાએક જ પ્રજાજનો જેમને યાદ આવી જાય છે તેઓ તરફ પણ સવાલો ખડા થવા પામી રહ્યા છે.
પોલીસને માત્ર અને માત્ર નિશાન-તાર્ગેટ બનાવવા ઉપરાંત કદાપિ ખુદ પોતે આગેવાન હોય તો તેમના સમાજની મીટીંગ બોલાવી અને બુટલેગર-દારૂના ધંધાર્થીને સમાજ-નાતથી દુર કરવા સહિતની કયારે કરી દેખાડી છે લાલઆંખ ભરી કાર્યવાહી? ખુદના સમાજ-સમુદાયમાં તો ચકાણસીઓ કરો કે કોઈ બુટલેગરો નથી પાકયાને..? જો હોય તો તેની સામે સમાજના આગેવાન તરીકે પહેલા કાર્યવાહી કરો પછી પોલીસની સામે આંગળી ચીંધવા નીકળી પડજો તેવી ટકોર પણ પ્રબુદ્ધવર્ગમાથી થવા પામી રહી છે. જે-તે સમાજના નેતા બની અને અજાણ-નીદોર્ષ સમાજના લોકોના નામે ચરી ખાઈ..જનતા રેડના નામે ફોટાઓ પડાવી-સસ્તી પ્રસિદ્ધી મેળવી અને પોલીસ પર પ્રેસર ટેકનીકલના કીમીયા તો નથી ને કયાંક? જનેતાના બની બેઠેલા અને એકાએક જ પ્રજાજનો જેમને યાદ આવી જાય છે તેઓ તરફ પણ સવાલો ખડા થવા પામી રહ્યા છે.
અંતરંવ વર્તુળોમાંથી ઉઠતી ચકચાર મુજબ કેટલાક કિસ્સાઓમાં તો રજુઆત કરનારાઓ જ હોય છે દારૂના હપ્તા ખાનારા..? : આવા સમયે ખરેખર તો સમાજ ખુદ જાગે, બુટલેગર-જુગારીયાઓ-આંકડા-ક્રીકેટ સટોડીયાઓ અથવા તો આવા ગુન્હાઓમાં ફરીયાદનો સત્તાવાર ભોગ બનનારાઓને ખુદ સમાજથી દુર કરવાના ઠરાવ સહીતની સમ ખાવા પુરતી તો કડક કાર્યવાહી પહેલા કરી દેખાડે.પછી ઓછા સ્ટાફ અને ટાંચા સાધનો વચ્ચે પણ કાયદો-વ્યવસ્થા જાળવવા જહેમત આદરનારા પોલીસતંત્રને પડકારે? તેમ પણ જાણકારો દ્વારા સુચક ઈશારો કરવામા આવી રહ્યો છે. અંતરંગ વર્તુળોમાંથી ઉઠતી ચકચાર મુજબ કેટલાક કિસ્સાઓમાં તો રજુઆત કરનારાઓ જ હોય છે દારૂના હપ્તા ખાનારા..? : આવા સમયે ખરેખર તો સમાજ ખુદ જાગે, બુટલેગર-જુગારીયાઓ-આંકડા-ક્રીકેટ સટોડીયાઓ અથવા તો આવા ગુન્હાઓમાં ફરીયાદનો સત્તાવાર ભોગ બનનારાઓને ખુદ સમાજથી દુર કરવાના ઠરાવ સહીતની સમ ખાવા પુરતી તો કડક કાર્યવાહી પહેલા કરી દેખાડે.
પછી ઓછા સ્ટાફ અને ટાંચા સાધનો વચ્ચે પણ કાયદો-વ્યવસ્થા જાળવવા જહેમત આદરનારા પોલીસતંત્રને પડકારે? તેમ પણ જાણકારો દ્વારા સુચક ઈશારો કરવામા આવી રહ્યો છે.